kadi bharti 2025 : કડીમાં પરીક્ષા વગર ₹ 30,000 વાળી નોકરી મેળવવાની તક, જાણો શું હોવી જોઈએ લાયકાત?

kadi nagarpalika City Manager Bharti 2025 Check how to Apply Online in Gujarati: કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
September 05, 2025 13:08 IST
kadi bharti 2025 : કડીમાં પરીક્ષા વગર ₹ 30,000 વાળી નોકરી મેળવવાની તક, જાણો શું હોવી જોઈએ લાયકાત?
કડી નગરપાલિકા ભરતી 2025 - photo - unsplash

kadi nagarpalika City Manager Bharti 2025, કડી નગરપાલિકા ભરતી: કડીમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની તક આવી ગઈ છે. કડી નગરપાલિકા દ્વારા કડી સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (શહેરી)- ગુજરાત અંતર્ગત સિટી મેનેજરની એક જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.

કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થાકડી નગરપાલિકા
પોસ્ટસિટી મેનજર(MIS/IT)
જગ્યા1
વય મર્યાદાઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 સપેટમ્બર 2025
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

કડી નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગત

કડી સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (શહેરી)-ગુજરાત અંતર્ગત કડી નગરપાલિકા ખાતે સિટી મેનેજરની એક જગ્યા 11 માસના કરાર આધારે ભરવાની છે. આ માટે કડી નગરપાલિકાએ ઉમેદવારો પાસે 15 સપ્ટેમ્બર 2025 છેલ્લી તારીખ સુધીમાં અરજીઓ મંગાવી છે.

સિટી મેનેજર ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

સિટી મેનેજર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે B.E/B.Tech/M.E./M.tech- IT/B.C.A/B.sc-it, MCA/Msc.IT ડિગ્રી કરેલી હોવી જોઈએ.ડિગ્રી મેળવ્યા બાદનો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

પગાર ધોરણ

કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારને પ્રતિ માસ ₹30,000 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. આ ભરતી 11 માસ કરાર આધાર પર રહેશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

કેવી રીતે કરવી અરજી?

અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી, બાયોડેટા તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વ પ્રમાણિત નકલો સાથે 15-9-2025 સુધીમાં કડી નગરપાલિકા કાર્યાલય ખાતે રજિસ્ટર એડી.થી મોકલી આપવાની રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ