Gujarat Bharti 2025, વડનગર ભરતી 2025 : ઉત્તર ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલોજ, વડનગર ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. આ જગ્યાઓ યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓપન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
ગુજરાત ભરતી 2025 અંતર્ગત વડનગર કોલેજમાં વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, સહિતની મહત્વની વિગતો અહીં વાંચો.
Gujarat Bharti 2025 અંગે મહત્વની માહિતી
સંસ્થા | તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર |
પોસ્ટ | વિવિધ ફેકલ્ટી |
જગ્યા | 4 |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર |
એપ્લિકેશન મોડ | ઓપન ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 31 જુલાઈ 2025 |
ઈન્ટરવ્યુ સ્થળ | વડનગર |
વડનગર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો પર્ફોર્મિંગ આર્ટ્સના અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55 ટકા તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સરેરાશ 52.5 ટકા કે તેથી વધુ ગુણ.
- નેટ-સ્ટેટ-પી.એચ.ડીની પદવી હોવી જોઈએ
- SC,ST, સારીરિક અપંગતા અને અંધત્વ-ઓછી દ્રષ્ટી ધાવતા ઉમેદવારોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ
પગાર ધોરણ
તાતારીરી પફોર્મિંગ આર્ટ્સ કોલેજ ભરતી અંતર્ગત તમામ નિમણૂંક 11 માસના કરાર આધારિત રહેશે. પસંદ પામેલા ઉમેદવારોને નીચે આપેલા કોષ્ટક પ્રમાણે પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
જગ્યાનું નામ | પગાર(પ્રતિમાસ ફિક્સ) |
ગાયન-વાદન વિભાગ HOD | ₹40,000 |
ગાયન વિભાગ ફેકલ્ટી | ₹22,000 |
વાદન વિભાગ ફેકલ્ટી | ₹22,000 |
નૃત્ય વિભાગ ફેકલ્ટી | ₹22,000 |
ઓપન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
આ ભરતીમાં રસ ધરાવતા ઉમદેવારોએ લાયકાતના અસલવ પ્રમાણપત્રો અને પ્રમાણિત નકલ સાથે સ્વ-ખર્ચે હાજર રહેવું
- ઓપન ઈન્ટરવ્યૂ તારીખ- 31 જુલાઈ 2025
- સમય – સવારે 9 કલાકે
- સ્થળ- તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, સરકારી પોલિટેકનીક કેમ્પસ, સરકારી આઈ.ટી.આઈ.ની નજીક, વડનગર
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાત પીડીએફ
ઉમેદવારો માટે ખાસ નોંધા
તમામ નિમણૂંક માટે 11 માસના કરાર આધારિત પ્રતિમાસ પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન તથા ગુજરાત સરકારના વખતો વખતના નિયમોને આધીન રહેશે. જો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો પછી ઓછી લાયકાત ધરાવનાર ઉમેદવારની કામચલાઉ પસંદગી ગુણવત્તાના ધોરણે કરવામાં આવશે.