Ahmedabad Job Recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 : અમદાવાદમાં નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ સારી નોકરી મેળવવાની જોરદાત તક આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટેટ વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની બધી માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| વિભાગ | એસ્ટેટ-ટી.ડી.ઓ. |
| પોસ્ટ | આસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ, ઈન્સ્પેક્ટર, સહાયક સબ ઈન્સ્પેક્ટર |
| જગ્યા | 78 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા18થી 45 વર્ષ | |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 3-12-0205 |
| ક્યાં અરજી કરવી | https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1 |
AMC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| આસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ | 7 |
| ઈન્સ્પેક્ટર | 23 |
| સહાયક સબ ઈન્સ્પેક્ટર | 48 |
| કુલ | 78 |
અમદાવાદ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- આસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ – બી.ઈ (સિવિલ) અથવા કોઈપણ માન્ય સંસ્થાનો દસ વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ ધરાવનાર ડિપ્લોમા હોલ્ડર
- ઈન્સ્પેક્ટર – બી.ઈ.(સિવિલ)
- સહાયક સબ ઈન્સ્પેક્ટર – ડી.સી.ઈ.(ડિપ્લોમા ઈન સિવિલ એન્જીનીયરિંગ), બી.ઈ.(સિવિલ) અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકે છે.
વય મર્યાદા
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમદેવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| આસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ | ₹53,100/₹1,67,800 |
| ઈન્સ્પેક્ટર | ₹44,900/₹1,42,4800 |
| સહાયક સબ ઈન્સ્પેક્ટર | ₹49,600-પાંચ વર્ષ માટે ફિક્સ |
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 3 ડિલેમ્બર 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
Read More





