ગુજરાત બોર્ડ પરીક્ષા આજથી શરું, ધો.10 અને 12 બોર્ડના લાખો વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Gujarat Board Exam 2025 : આજે ગુજરાતભરમાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓ જીવનની મહત્વની ગણાતી પરીક્ષા આપશે. આ માટે શિક્ષણ બોર્ડ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

Written by Ankit Patel
Updated : February 27, 2025 07:31 IST
ગુજરાત બોર્ડ પરીક્ષા આજથી શરું, ધો.10 અને 12 બોર્ડના લાખો વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત બોર્ડ પરીક્ષા આજથી શરું - photo - freepik

Gujarat Board Exam 2025 start today : અત્યારે CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે 27 ફેબ્રુઆરી 2025, ગુરુવારથી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આજે ગુજરાતભરમાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓ જીવનની મહત્વની ગણાતી પરીક્ષા આપશે. આ માટે શિક્ષણ બોર્ડ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કૂલ 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાથી 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધારે આઈસોલેટેડ તેમજ 39,600 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે. જોકે, આ આંકડાઓ પ્રમાણએ ગત વર્ષની તુલનાએ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

બોર્ડે જાહેર કરેલી વિગતો પ્રમાણે આ વર્ષે સગ્ર ગુજરાત રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.10 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. ત્યારે 156 જેટલી સ્કૂલ બિલ્ડીંગો ઘટી છે. 3300થી વધુ બ્લોક ઘટ્યા છે. આ વર્ષે કૂલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે.

આ વર્ષે ધો.10 અને ધો.12 પરીક્ષા માટે કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા?

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ છે. જે ગત વર્ષે 9,17,687 હતા. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી આ વર્ષે નોંધાયા છે. જે ગત વર્ષે 1,31,987 હતા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થી આ વ્રષે છે. જે ગત વર્ષે 4,89,279 હતા. આમ એકંદરે કુલ મળીને 1,10,778 જેટલા વિદ્યાર્થીઓ તમામ કેટેગરીમાં આ વર્ષે ઘટ્યા છે.

ગુજરાતમાં 1661 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1661 કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગોમાં 50,991 બ્લોકમાં લેવાશે. ગત વર્ષે 1634 કેન્દ્રોમાં 5378 બિલ્ડિંગોમાં 54,292 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જોકે, આ વર્ષે નવા કેન્દ્રોની માંગણીઓને પગલે કુલ 27 કેન્દ્રો વધ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ ઘટના 156 સ્કૂલ બિલ્ડિંગો ઘટી છે. અને 3303 બ્લોક ઘટ્યા છે.

ગુજરાત બોર્ડનો શું છે એક્શન પ્લાન?

ગુજરાત બોર્ડે જાહેર કરેલા એક્શન પ્લાન પ્રમાણે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા કુલ 87 ઝોનમાં 989 કેન્દ્રોનાં 3203 બિલ્ડિંગોમાં 31397 બ્લોકમાં લેવાશે. ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 54 ઝોનમાં 152 કેન્દ્રોમાં 554 બિલ્ડિંગમાં 5680 બ્લોકમાં અને ધોરણ 12 સા. પ્ર.ની પરીક્ષા 59 ઝોનમાં 520 કેન્દ્રોનાં 1465 બિલ્ડિંગોમાં 13,914 બ્લોકમાં લેવાશે. ધોરણ 12 સાન્યસમાં આ વર્ષે એ ગ્રુપમાં 36,455 તથા બી ગ્રુપમાં 64,338 અને એબી ગ્રુપમાં 20 સહિત કુલ 111384 વિદ્યાર્થીઓ છે.

સ્ક્વોર્ડ સભ્ય કે નિરીક્ષક કે અધિકારીએ પોતે જ કેસની તમામ વિગતો સાથે ફાઈલ તૈયાર કરવાની રહેશે

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ વર્ગખંડમાં કે બહાર ગેરરીતિનો કેસ પકડનાર સ્ક્વોર્ડ સભ્ય કે નિરીક્ષક કે અધિકારીએ પોતે જ કેસની તમામ વિગતો સાથે ફાઈલ તૈયાર કરવાની રહેશે. સ્થળ પુરતી કાર્યવાહી ન થવાના લીધે બોર્ડને ગેરરીતિના કેસમાં વિદ્યાર્થીને સજાનો આખરી નિર્ણય કરવામાં મુશ્કેલી પડે છે. અને હવેથી નિયમ મુજબ કાર્યવાહી પૂર્ણ ન કરનાર સ્ક્વોર્ડ સભ્ય કે અધિકારી પોતે પણ કસૂરવાર ઠરશે.

આ પણ વાંચો: રાજ્યની સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્કૂલ સહાયકોની ભરતી, આટલો પગાર મળશે

કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ બનશે

ગુજરાત શિક્ષણ બોર્ડના એક્શન પ્લાન પ્રમાણે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ બનશે. વિદ્યાર્થી તેનો બેઠક નંબર પ્રશ્નપત્ર લખે તેની કાળજી ખંડ નિરિક્ષકે રાખવાની રહેશે. નિષ્કાળજી દાખવનાર ખંડ નિરીક્ષક સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ