GSEB Exam date :ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.10 અને ધો. 12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ક્યારે કઈ પરીક્ષા લેવાશે?

GSEB Exam time table, ssc hsc board exam calendar : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10 એસએસસી, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ તમામ પરીક્ષાનો કાર્યક્રમ અહીં વાંચો

Written by Ankit Patel
Updated : October 13, 2023 12:12 IST
GSEB Exam date :ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.10 અને ધો. 12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ક્યારે કઈ પરીક્ષા લેવાશે?
ગુજરાત બોર્ડ પરીક્ષા

GSEB Exam time Table, Gujarat board exam calendar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. યાદી પ્રમાણે ધોરણ 10 એસએસસી, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા આગામી 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે.

પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવ્યો છે. જેની તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી. આ ઉપરાંત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કર વાંચવા.

વિજ્ઞાન પ્રવાહના નિયમિત- રિપીટર- પૃથક ઉમેદવારો માટે માર્ચ 2024ની પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ-વારસમયવિષય
11-3-2024, સોમવાર3.00થી 6.30ભૌતિક વિજ્ઞાન (054)
13-3-2024, બુધવાર3.00થી 6.30રસાયણ વિજ્ઞાન (052)
15-3-2024, શુક્રવાર3.00થી 6.30જીવવિજ્ઞાન (056)
18-3-2024, બુધવાર3.00થી 6.30ગણિત (050)
20-3-2024, શુક્રવાર3.00થી 6.30અંગ્રેજી (પ્રથમ ભાષા) (006)અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013)

અગત્યની સૂચના

1- તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે2 – કમ્પ્યૂટર એજ્યુકેશન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે3 – પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ-એ કે જેમાં બહુવકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમા કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે.

4- બીજા ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ-બી રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપ્રમાં 3-00થી 3-15નો સમય ઓએમઆર પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો પાર્ટ-એ તથા પાર્ટ-બ વાંચન માટે આપવામાં આવશે. જ્યારે 3-15થી 4-15 ઓએમઆર પાર્ટ-એના જવાબો લખવા માટે આપવામાં આવશે.5- 4-15થી 4-30 દરમિયાન પાર્ટ-એની ઓએણઆર એકત્રિત કરવા તથા પાર્ટી-બી માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે.

6-4-30 થી 6-30નો સમય પાર્ટ-બી ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6-30 કલાકે પરીક્ષા પૂર્ણ પશે.7- ઓએમઆર ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી-ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે.8- વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણવિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) અને જીવ વિજ્ઞાન (057) વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2024માં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ- GPSC Recruitment Exam time table : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષાનો કાર્યક્રમ, ઓક્ટોબરમાં કઈ કઈ છે પરીક્ષા

9- કમ્પ્યૂટર એજ્યુકેશન (પ્રાયોગિક) (332) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે. અને જેના ગુણ શાળાએ બોર્ડ તા. 7-3-2024 સુધીમાં ઓનલાઈન મોકલવાના રહેશે.10- પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.11- પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.

આ પણ વાંચોઃ- IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી, ₹ 69100 સુધી પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

12 – પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરુ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે. અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ