Gujarat Housing Board Legal advisor Bharti 2025, અમદાવાદ કાયદા સલાહકાર ભરતી : અમદાવાદમાં પરીક્ષા વગર અને સારા પગારની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ દ્વારા લીગલ એડવાઈઝર એટલે કે કાયદા સલાહકારની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
અમદાવાદ ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળ સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.
અમદાવાદ ભરતી 2025 ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ |
| પોસ્ટ | લીગલ એડવાઈઝર કે કાયદા સલાહકાર |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| નોકરીનું સ્થળ | અમદાવાદ |
| વય મર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
| ઈન્ટરવ્યુ તારીખ | 20-12-2025 |
Ahmedabad bharti 2025 માટે પોસ્ટની વિગતો
હાઉસિંગ કમિશનર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદની કચેરીમાં કાયદા સલાહકારની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારના ધોરણે ભરતી કરવાની છે. આ માટે સંસ્થાએ 20 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 3 કલાકે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખ્યું છે.
કાયદા સલાહકાર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
- કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ.
- ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ.
કાયદા સલાહકાર માટે અનુભવ
ઉમેદવાર પાસે ઓછામાં ઓછા પાંચ વર્ષનો પ્રેક્ટીસીંગ એજવોકેટ તરીકનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી નામદાર હાઈકરો્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમાં/ સરકારના જાહેર સાહસો સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ/ હાઈકોર્ટ/ જિલ્લા કોર્ટના કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ.
કાયદા અધિકારી ભરતી માટે વય મર્યાદા
કાયદા અધિકારીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ.
લીગલ એડવાઈઝર ભરતી માટે પગાર ધોરણ
કાયદા સલાહકાર ભરતી અંતર્ગત 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.
ઈન્ટરવ્યૂ સ્થળ તારીખ અને સમય
- આ ઈન્ટરવ્યૂમાં ઈચ્છુક ઉમદેવારોએ પોતાની સંપૂર્ણ વિગતો સહ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલ અને બે ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
- વોક ઈન ઈન્ટરવ્યુના રજીસ્ટ્રેશન માટનો સમય સવારે 11થી 12 દરમિયાન રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત પીડીએફ
ઈન્ટરવ્યુ તારીખ- 20-12-2025ઈન્ટરવ્યુ સમય – બપોરે 3 કલાકેઈન્ટરવ્યુ સ્થળ- હાઉસિંગ કમિશનર કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ- 380013





