Gujarat Junior clerk and Talati result announced : જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક એપ્રિલ અને તલાટીની પરીક્ષાના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, રાજ્યમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાઇ હતી.
GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામ જાહેર કરાયાની જાણકારી આપી છે.
પરીક્ષાના પરિણામ સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશની યાદી પણ જાહેર
સરકારી વિભાગ દ્વારા પાછલા મહિનામાં લેવાયેલી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો આજે એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષાના પરિણામોની ઘોષણાની સાથે સાથે વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદી પણ જાહેર કરવામાં આવી છે.
પેપર લીક થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરાતા હોબાળો મચ્યો હતો
નોંધનીય છે કે, આજે જાહેર કરાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા સૌથી પહેલા 29 જાન્યુઆરી, 2023ના રોજ યોજવાની હતી જો કે પેપર લીક થતા તે દિવસે પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. પરીક્ષા રદ કરાતા પરીક્ષાર્થીઓમાં ભારે ગુસ્સે ભરાયા હતા અને સરકાર – તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારાબદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ 1181 જગ્યા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12.30 કલાકથી 1.30 કલાક દરમિયાન યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરમાં 32 જિલ્લાના 3 હજાર પરીક્ષા કેન્દ્રો 7.28 લાખ ઉમેદવારોએ આ સરકારી નોકરીની પરીક્ષા આપી હતી.
આ પણ વાંચોઃ ધો.10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સૂવર્ણ તક, એકદમ નજીક છે છેલ્લી તારીખ
8.64 લાખથી વધારે ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપી
જુનિયર ક્લાર્ક બાદ મે મહિનામાં તલાટીની પરીક્ષા પણ યોજાઇ હતી. 7 મે, 2023ના રોજ બપોરે 12.30થી 1.30 દરમિયાન તલાટીની પરીક્ષા યોજાઇ હતી. તે દિવસ ગુજરાતભરના 2697 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડમાં 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા 3437 તલાટીના પદ જોવાઇ હતી.