Gujarat law society bharti 2025: અમદાવાદમાં સારા પગાર અને ઉચ્ચ હોદ્દાવાળી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GLS University Bharti 2025: ગુજરાત લો સોસાયટી ભરતી અંતર્ગત આચાર્ય પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : September 25, 2025 14:45 IST
Gujarat law society bharti 2025: અમદાવાદમાં સારા પગાર અને ઉચ્ચ હોદ્દાવાળી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
અમદાવાદ ભરતી - photo-unsplash

Gujarat Law Society Recruitment 2025: અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત બિનસરકારી અનુદાનિત કોલેજોમાં આચાર્યની પોસ્ટ માટે ભરતીની જાહેરા બહાર પડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.

ગુજરાત લો સોસાયટી ભરતી અંતર્ગત આચાર્ય પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ગુજરાત લો સોસાયટી ભરતીની માહિતી

સંસ્થાગુજરાત લો સોસાયટી
પોસ્ટઆચાર્ય
જગ્યા2
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ11-10-2025
ક્યાં અરજી કરવીસરનામુ નીચે આપેલું છે

પોસ્ટની વિગતો

ગુજરાત લો સોસાયટી સંચાસિત નીચેની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં આચાર્ચની જગ્યાઓ ભરવા માટે સંયુક્ત શિક્ષણ નિયામક, ગાંધીનગર દ્વારા મંજૂરી મળી છે.

  • આઈ.એમ. નાણાવટી લો કોલેજ, એલીસબ્રીજ, અમદાવાદ
  • માણેકલાલ નાણાવટી લો કોલેજ, લાલ દરવાજા, અમદાવાદ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર યુજીસી રેગ્યુલેશનન્સ 2018ના એપેન્ડીક્ષ-2, ટેબલ-2 મુજબની 6 પૈકી કોઈ પણ 3 કેટેગરીમાં ન્યુનત્તમ 110 API સ્કોર હોવો અનિવાર્ય છે.
  • ઉમેદવારે કાયદા વિદ્યાશાખામાં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ન્યુનત્તમ 55 ટકા કે સમકક્ષ ગ્રેડ સાથે અનુસ્નાતક ડીગ્રી (LLM) મેળવેલી હોવી જોઈએ.
  • ઉમેદવાર કોલેજ-યુનિવર્સિટી કે ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થામાં સંબંધિત વિદ્યાશાખામાં અરજીની તારીખે અસોસિયેટ પ્રોફેસર-પ્રોફેસર હોવો જોઈએ અને તે આસિસ્ટન્ટ પ્રોફેસર-એસોસિયેટ પ્રોફેસર-પ્રોફેસર તરીકે કૂલ મળીને ઓછામાં ઓછા 15 વર્ષનો શૈક્ષણિક-સંશોધન ક્ષેત્રે સેવાનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ઉમેદવારના ઓછામાં ઓછા 10 રીસર્ચ પબ્લિકેશન પિયર રીવ્યુડ જર્નલ-યુજીસી લીસ્ટેડ જર્નલ્સમાં પ્રસિદ્ધ થયેલા હોવા જોઈએ.

પગાર ધોરણ

પસંદ પામેલા ઉમેદવારોને રાજ્ય સરકાર અને યુજીસીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ પગાર મળવા પાત્ર રહેશે.

અરજી ક્યાં કરવી?

  • ઈચ્છુક ઉમેદવારે ધોરણ 12થી અનુસ્નાતક કક્ષની તમામ પરીક્ષાઓની માર્કશીટ્સ, પીએચ.ડી તેના API સ્કોરની ગણતરી, રીસર્ચ પબ્લીકેશન્સ તેમજ સરકારની ગાઈડલાઈન્સમાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો આધારોની પ્રમાણિત નકલો સાથે મોડામાં મોડી તારીક 11-10-2025 સુધીમાં મળે તે રીતે નીચે આપેલા સરનામા પર અરજી મોકલવાની રહેશે.
  • અધુરી વિગતોવાળી તેમજ નિયત તારીખ પછીથી આવેલી અરજીઓ ધ્યાનમાં લેવાશે નહીં.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત – pdf

અરજી કરવાનું સરનામું

માનદ મંત્રીગુજરાત લો સોસાયટી,એલીસબ્રીજ, અમદાવાદ- 380006

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ