Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી : ગુજરાતમાં અત્યારે સરકારી વિભાગો સહિત ખાનગી કંપનીઓમાં પણ ભરતીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિવિધ મેનેજરથી લઈને સુપરવાઈઝર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કુલ 38 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત વિવિધ મેનેજરથી લઈને સુપરવાઈઝર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત મેટ્રો ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) |
પોસ્ટ | વિવિધ મેનેજરથી લઈને સુપરવાઈઝર |
જગ્યા | 38 |
વય મર્યાદા | 32 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13-8-2025 |
ક્યાં અરજી કરવી | https://www.gujaratmetrorail.com/ |
ગુજરાત મેટ્રો ભરતી વિવિધ પોસ્ટની માહિતી
પોસ્ટ | જગ્યા |
મેનેજર (ઓપરેશન) | 1 |
મેનેજર (ટ્રેક્શન)-O&M | 2 |
મેનેજર (રોલિંગ સ્ટોક)-O&M | 1 |
મેનેજર (સિગ્નલિંગ/PSD)-O&M | 1 |
મેનેજર (ટેલિકોમ)-O&M | 1 |
આસિસ્ટન્ટ મેનેજર(ઓપરેશન) | 4 |
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ\ટ્રેક)-O&M | 2 |
આસિસ્ટન્ટ મેનેજર(ટ્રેક્શન)-O&M | 3 |
આસિસ્ટન્ટ મેનેજર(રોલિંગ સ્ટોક)-O&M | 2 |
આસિસ્ટન્ટ મેનેજર(સિગ્નલિંગ/PSD)-O&M | 2 |
આસિસ્ટન્ટ મેનેજર(ટેલિકોમ)-O&M | 1 |
સિનિયર સુપરવાઈઝર(ઓપરેશન)-O&M | 4 |
સિનિયર સેક્શન એન્જિનિયર (રોલિંગ સ્ટોક)-O&M | 1 |
સિનિયર સેક્શન એન્જિનિયર (E&M)-O&M | 1 |
સિનિયર સેક્શન એન્જિનિયર (ટ્રેક્શન)-O&M | 1 |
સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલિંગ/PSD)-O&M | 1 |
સુપરવાઈઝર (ઓપરેશન) | 4 |
સેક્શન એન્જિનિયર (E&M)-O&M | 1 |
સેક્શન એન્જિનિયર (રોલિંગ સ્ટોક)-O&M | 2 |
સેક્શન એન્જિનિયર (સિગ્નલિંગ/PSD)-O&M | 2 |
સેક્શન એન્જિનિયર (સિવિલ\ટ્રેક)-O&M | 1 |
કૂલ | 38 |
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને નીચે કોષ્ટકમાં આપેલા પોસ્ટ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.
પોસ્ટ | પગાર(રૂપિયામાં) |
મેનેજર (ઓપરેશન) | 60000‐ 180000 |
મેનેજર (ટ્રેક્શન)-O&M | 60000‐180000 |
મેનેજર (રોલિંગ સ્ટોક)-O&M | 60000‐180000 |
મેનેજર (સિગ્નલિંગ/PSD)-O&M | 60000‐180000 |
મેનેજર (ટેલિકોમ)-O&M | 60000‐180000 |
આસિસ્ટન્ટ મેનેજર(ઓપરેશન) | 50000‐160000 |
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ\ટ્રેક)-O&M | 50000‐160000 |
આસિસ્ટન્ટ મેનેજર(ટ્રેક્શન)-O&M | 50000‐160000 |
આસિસ્ટન્ટ મેનેજર(રોલિંગ સ્ટોક)-O&M | 50000‐160000 |
આસિસ્ટન્ટ મેનેજર(સિગ્નલિંગ/PSD)-O&M | 50000‐160000 |
આસિસ્ટન્ટ મેનેજર(ટેલિકોમ)-O&M | 50000‐160000 |
સિનિયર સુપરવાઈઝર(ઓપરેશન)-O&M | 46000‐145000 |
સિનિયર સેક્શન એન્જિનિયર (રોલિંગ સ્ટોક)-O&M | 46000‐145000 |
સિનિયર સેક્શન એન્જિનિયર (E&M)-O&M | 46000‐145000 |
સિનિયર સેક્શન એન્જિનિયર (ટ્રેક્શન)-O&M | 46000‐145000 |
સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલિંગ/PSD)-O&M | 46000‐145000 |
સુપરવાઈઝર (ઓપરેશન) | 40000‐125000 |
સેક્શન એન્જિનિયર (E&M)-O&M | 40000‐125000 |
સેક્શન એન્જિનિયર (રોલિંગ સ્ટોક)-O&M | 40000‐125000 |
સેક્શન એન્જિનિયર (સિગ્નલિંગ/PSD)-O&M | 40000‐125000 |
સેક્શન એન્જિનિયર (સિવિલ\ટ્રેક)-O&M | 40000‐125000 |
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કેવી રીતે કરવી
- આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુ
- જ્યાં career ઓપ્શન પર ક્લિક કરવું
- અહીં વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશે
- જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- અહીં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી
- જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા
- ફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી