ગુજરાત મેટ્રો ભરતી : અમદાવાદ અને સુરતમાં બે લાખ રૂપિયા સુધીની નોકરી મેળવવા સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી વાંચવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : May 29, 2025 11:15 IST
ગુજરાત મેટ્રો ભરતી : અમદાવાદ અને સુરતમાં બે લાખ રૂપિયા સુધીની નોકરી મેળવવા સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
ગુજરાત મેટ્રો ભરતી photo - X @MetroGMRC

Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી : અમદાવાદ અને સુરતમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન નોકરીની સુવર્ણ તક લાવ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ મેનેજરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત મેટ્રો દ્વારા આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી વાંચવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત મેટ્રો ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટવિવિધ
જગ્યા10
નોકરીનું સ્થળઅમદાવાદ, સુરત
વય મર્યાદા32થી 58 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ17-6-2025
ક્યાં અરજી કરવીhttps://www.gujaratmetrorail.com/careers/

ગુજરાત મેટ્રો ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યાનોકરીનું સ્થળ
ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-સેફ્ટી)1સુરત
ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-QA/QC)1અમદાવાદ/સુરત
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-સેફ્ટી)3સુરત
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-QA/QC)2સુરત
સેક્શન એન્જીનિયર(સિવિલ-સેફ્ટી)3સુરત

ગુજરતા મેટ્રો ભરતી, શૈક્ષણિક લાયકાત

ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-સેફ્ટી)

ઉમેદવાર પાસે સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ઈ./બી.ટેક ડિગ્રી હોવી જોઈએ અને સાથે જ સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થા/સંસ્થામાંથી સલામતીમાં ઓછામાં ઓછો એક વર્ષનો પૂર્ણ-સમયનો ડિપ્લોમા હોવો જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-QA/QC)

ઉમેદવારે રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થા અથવા અન્ય વૈધાનિક સત્તાવાળાઓમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.E/B.Tech ડિગ્રી હોવી જોઈએ. ગુણવત્તામાં વધારાનું પ્રમાણપત્ર / ડિપ્લોમા હોવું એ એક વધારાનો ફાયદો હશે.

આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-સેફ્ટી)

ઉમેદવાર પાસે સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ઈ./બી.ટેક ડિગ્રી હોવી જોઈએ અને સાથે જ સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થા/સંસ્થામાંથી સલામતીમાં ઓછામાં ઓછો એક વર્ષનો પૂર્ણ-સમયનો ડિપ્લોમા હોવો જોઈએ.

આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-QA/QC)

ઉમેદવાર રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થા અથવા અન્ય વૈધાનિક સત્તાવાળાઓમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.E/B.Tech હોવો જોઈએ. ગુણવત્તામાં વધારાનું પ્રમાણપત્ર / ડિપ્લોમા હોવું એ એક વધારાનો ફાયદો હશે.

સેક્શન એન્જીનિયર(સિવિલ-સેફ્ટી)

ઉમેદવાર પાસે સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ઈ./બી.ટેક ડિગ્રી હોવી જોઈએ અને સાથે જ સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થા/સંસ્થામાંથી સલામતીમાં ઓછામાં ઓછો એક વર્ષનો પૂર્ણ-સમયનો ડિપ્લોમા હોવો જોઈએ.

પગાર ધોરણ

પોસ્ટપગાર
ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-સેફ્ટી)₹70000-₹200000
ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-QA/QC)₹70000-₹200000
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-સેફ્ટી)₹50000-₹160000
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-QA/QC)₹50000-₹160000
સેક્શન એન્જીનિયર(સિવિલ-સેફ્ટી)₹40000-₹140000

ગુજરાત મેટ્રો ભરતી, વય મર્યાદા

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોની અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ગુજરાત મેટ્રોના નોટિફિકેશન પ્રમાણે 32 વર્ષથી લઈને 58 વર્ષ વચ્ચે વય મર્યાદા રાખવામાં આવી છે. વયમર્યાદા અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુ
  • જ્યાં career ઓપ્શન પર ક્લિક કરવું
  • અહીં વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશે
  • જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી
  • જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ