Gujarat panchayat recruitment 2024, ગુજરાત પંચાયત ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે વધુ એક ઉત્તમ તક સામે આવી છે. ગુજરાત સરકારના પંચાય, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાયદા સલાહકારોની બે જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત પંચાયત ભરતી માટે પોસ્ટનું નામ, પોસ્ટની વિગતો, અરજી ફી, એપ્લિકેશન મોડ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો એ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ગુજરાત પંચાયત ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગપોસ્ટ કાયદા સલાહકારજગ્યા 02નોકરીનો પ્રકાર કરાર આધારિતવય મર્યાદા મહત્તમ 50 વર્ષભરતી જાહેર થયા તારીખ 10 જુલાઈ 2024અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 15 દિવસની અંદરસત્તાવાર વેબસાઈટ https://panchayat.gujarat.gov.in/gu/home
ગુજરાત પંચાયત ભરતી, કાયદા સલાહકાર માટે શૈક્ષણિક લાયકાત
- ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા વિષયમાં સ્નાતકની ડીગ્રી (L.L.B.) હોવી જોઈએ.
- આ ઉપરાંત ઉમેદવાર CCC+ કક્ષાનું કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ.
- ગુજરાતી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે
- બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં Enrolment ધરાવતા હોવા જોઈએ.
ગુજરાત પંચાયત ભરતી, કાયદા સલાહકાર માટે અનુભવ અને વય મર્યાદા
કાયદા સલાહકારની કરાર આધારિત ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા મહત્તમ 50 વર્ષ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારોને વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ તે પૈકી નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામદાર સુપ્રીમ કોર્ટ- હાઈકોર્ટના કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ગુજરાત પંચાયત ભરતી, કાયદા સલાહકાર માટે પગાર ધોરણ
કાયદા સલાહકારની જગ્યાઓ 11 માસના કરાર આધારે ભરવામાં આવનારી છે. કાયદા સલાહકારની નિમણૂક તેઓ જે તારીખે ફરજ પર હાજર થાય તે તારીખથી અગિયાર માસ અથવા જગ્યાની મુદત સુધીની રહેશે. જે જરૂરિયાત પ્રમાણે 11 માસની મુદ્દ માટે વધુ બે ટર્મ સુધી કરારીય સેવાઓની પ્રવર્તમાન જોગવાઈઓને કાયદાકીય બાધ ન આવે તે રીતે વધારી શકાશે. કાયદા સલાહકાર માટે માસિક 60,000 રૂપિયા ફિક્સ વેતન મળવા પાત્ર છે. આ સિવાય કોઈપણ જાતના ભથ્થા મળવા પાત્ર નહીં થાય.
કાયદા સલાહકાર માટે અરજી ફી
ગુજરાત પંચાયત વિભાગમાં કાયદા સલાહકાર માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદાવરોએ અરજી પત્રક સાથે ઉપસચિવ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના નામે ₹ 100 નો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.
અરજી કેવી રીતે કરવી
- અરજી કરવા માટે સૌ પહેલા https://panchayat.gujarat.gov.in/gu/home પર આપેલા ભરતીની જાહેરાત અને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- ત્યારબાદ ફોર્મમાં આપેલી વિગતો ધ્યાન પુર્વક ભરવાની રહેશે.
- 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે.
- માંગેલા ડોક્યુમેન્ટ્સ બિડાણ કરીને આપેલા સરનામા પર મોકલવાના રહેશે.
- જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ એટલે કે 10 જુલાઈ 2024થી 15 દિવસ સુધીમાં અરજી મળી જાય એ ખાસ ધ્યાન રાખવું
ગુજરાત પંચાયત ભરતી નોટિફિકેશન અને અરજી ફોર્મ
ગુજરાત પંચાયત ભરતી માટે પોસ્ટનું નામ, પોસ્ટની વિગતો, અરજી ફી, એપ્લિકેશન મોડ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું. અને અહીંથી અરજી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો.
આ પણ વાંચો
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરી મેળવવાનો વધુ એક ગોલ્ડન ચાન્સ, પગારથી લઈને છેલ્લી તારીખ સુધી, વાંચો બધી માહિતી
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : કાયદા અધિકારી વર્ગ -2 ની નોકરી, ₹ 60,000 પગાર, અહીં વાંચો બધી માહિતી
- ઇન્ડિયા પોસ્ટ ભરતી : ગુજરાતમાં ધોરણ 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરીની ઉત્તમ તક, અહીં વાંચો પગાર, ઉંમર સહિત બધી માહિતી
અરજી કરવાનું સરનામું
નાયબ સચિવ (મહેકમ), પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બ્લોક નંબર-8, ત્રીજો માળ, સચિવાલય, ગાંધીનગર
અરજી કરના ઉમેદવારોને ખાસ સૂચિત કરવામાં આવે છે કે ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું. આ ઉપરાંત મુદ્દત વીત્યા બાદ મેળલી અરજીઓ ધ્યાનમાં નહીં લેવામાં આવશે નહીં.





