Gujarat Police Job 2024 Recruitment : ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની એક સુવર્ણ તક આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં 12472 પોલીસ કર્મચારીઓની ભરતી કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ કુલ 12472 ખાલી જગ્યા પર સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મગાવી છે.
ગુજરાત પોલીસમાં 12472 નવી ભરતી થશે
ગુજરાત પોલીસમાં 12472 પદો પર ભરતી કરવાનું નોટિફિકેશન બહાર પડ્યું છે. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) અને જેલ સિપાઇ ક્લાક -3 પદ પર ભરતી કરવામાં આવશે.
ગુજરાત પોલીસમાં કયા પદ પર કેટલી ભરતી થશે?
ગુજરાત પોલીસ દ્વાર 12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.
અરજી ક્યારથી શરૂ થશે?
ગુજરાત પોલીસ માં 12472 પદો પર ભરતી કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જો કે અરજી ક્યારથી શરૂ થશે, શૈક્ષણિક લાયકાત, અનામત વર્ગના પદ, અરજી ફી સહિત વિવિધ માહિતી આગામી સમયમાં Ojas વેબસાઇટ પર જાહેર કરવામાં આવનાર છે. નોકરી માટે અરજી કરનાર ઉમેદવારને સૂચના આપવામાં આવે છે, એપ્લિકેશન સબમીટ કરતા પહેલા નોટિફિકેશન બરાબર વાંચી અને સમજી લેવું. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.





