Gujarat Police Recruitment 2024, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે અરજી કરવાની વધુ એક તક આપવામાં આવશે.આવા ઉમેદવારો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર વચ્ચે અરજી કરી શકશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે જાણકારી આપતા લખ્યું હતું કે લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.
એટલે કે પીએસઆઈ અને લોકરક્ષકની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 30 એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, આ સમય દરમિયાન જે ઉમેદવારોને અરજી કરવાની બાકી રહી ગઈ હોય તેવા ઉમેદવારોને અરજી કરવા માટે ફરીથી તક મળશે. આ ઉમેદવારો હવે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.
પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે
આ ઉપરાંત અન્ય એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે. ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે. એપ્રિલમાં બાકી રહેલા ઉમેદવારો માટે ફરી તક આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 જગ્યાઓ ભરાશે
ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.
| પોસ્ટ | પુરુષ | મહિલા |
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 316 | 156 |
| બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 4422 | 2187 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) | 1000 | 00 |
| જેલ સિપાઈ | 1013 | 85 |
| કુલ | 8963 | 3509 |
ગુજરાત પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી ફી
| કેટેગરી | પોસ્ટ | અરજી ફી |
| જનરલ | PSI | ₹ 100 |
| જનરલ | LRD | ₹ 100 |
આ પણ વાંચોઃ- Gujarat Police Bharti, ગુજરાત પોલીસ ભરતી : અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે વિગતે જાણો
ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?
- ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા – પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે. અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહશે.
- ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઈસ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કોડ પસંદ કરવાનું રહેશે. તેમજ ફક્ટ લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. આ ઉપરાંત જો બંને માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પસંદ કરવાનું રહેશે.
- માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 અને સુધારેલ નિયમો 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત ળવા પાત્ર છે.
- ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોની ઈમેજ 15 કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઈમેજ 15 કેબી સાઈઝથી વધુ નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
નોંધ – આ ફી જનરલ વર્ગ માટે અરજી ફી ભરવાની છે. જોકે, ઈડબ્લ્યુએસ, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ, સામાજીક અને આર્થિક પછાત વર્ગ તેમજ માજી સૈનિક ઉમેદવારોને અરજી ફીમાંથી મૂક્તિ આપવામાં આવી છે.





