Gujarat police bharti : ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવાની હોય તો કરી લો, 30 એપ્રિલ છે અંતિમ તારીખ

Gujarat Police bharti last date, ગુજરાત પોલીસ ભરતી અંતિમ તારીખ : ગુજરાત પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલના વિવિધ સંવર્ગમાં 12 હજારથી વધુની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ છે. તો ફટાફટ કરો અરજી, અહીં તમામ વિગત તમારા માટે આપી છે.

Written by Ankit Patel
Updated : April 26, 2024 18:00 IST
Gujarat police bharti : ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવાની હોય તો કરી લો, 30 એપ્રિલ છે અંતિમ તારીખ
ગુજરાત પોલીસ ભરતી 2024

Gujarat Police Bharti, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસ ખાતામાં સરકારી નોકરી મેળવવા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. ગુજરાત રાજ્યના ગૃહ ખાતાએ પોલીસ વિભાગમાં હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓની ભરતી કરવા માટેની જાહેરાત કરી હતી. ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 4 એપ્રિલ 2024, ગુરુવારથી શરુ થઈ હતી અને અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે.

ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા

પોસ્ટગુજરાત રાજ્ય ગૃહ વિભાગ
પોસ્ટપીએસઆઈ, લોકરક્ષક, જેલ સિપાઈ વગેરે.
કુલ જગ્યા12472
નોકરી પ્રકારસરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત પોલીસ ભરતી વિવિધ પોસ્ટની માહિતી

પોસ્ટપુરુષમહિલા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર316156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ44222187
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF)100000
જેલ સિપાઈ101385
કુલ89633509

ગુજરાત પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12474 પદ માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ અને એપ્લિકેશન ફી સહિત તમામ વિગત જાહેત કરી છે. પોલીસ બનવા માંગતા ઉમેદવારો 4/4/2024 ના રોજ બપોરે 3 વાગેથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન અજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30/4/2024 છે. ઉમેદવાર 30 એપ્રિલ, 2024ની રાત્રી 23.59 કલાક સુધી અરજી કરી શકે છે.

આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસમાં નોકરીની તક : 12 પાસ યુવાઓ પણ અરજી કરી શકશે, જાણો લાયકાત, છેલ્લી તારીખ સહિત તમામ વિગત

ગુજરાત પોલીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત પોલીસની આ 12472 ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો બિન હથિયારધારી સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્યુટરની જ્ઞાન હોવું જરૂરી છે.

આ પણ વાંચોઃ- Gujarat Police Bharti, ગુજરાત પોલીસ ભરતી : અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે વિગતે જાણો

ગુજરાત પોલીસ ભરતી માટે વય મર્યાદા

ગુજરાત પોલીસની આ ભરતીમાં બિન હથિયારધારી પીએઆઈ પદ માટે ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અલબત્ત, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર વય મર્યાદમાં છુટછાટનો લાભ મળશે. આ નોકરી માટે જનરલ વર્ગની મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષ અને અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છુટછાટ મળશે.

ગુજરાત પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી ફી

કેટેગરીપોસ્ટઅરજી ફી
જનરલPSI ₹ 100
જનરલLRD₹ 100

નોંધ આ ફી જનરલ વર્ગ માટે અરજી ફી ભરવાની છે. જોકે, ઈડબ્લ્યુએસ, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ, સામાજીક અને આર્થિક પછાત વર્ગ તેમજ માજી સૈનિક ઉમેદવારોને અરજી ફીમાંથી મૂક્તિ આપવામાં આવી છે.

ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

  • ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા – પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે. અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહશે.

  • ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઈસ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કોડ પસંદ કરવાનું રહેશે. તેમજ ફક્ટ લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. આ ઉપરાંત જો બંને માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પસંદ કરવાનું રહેશે.

  • માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 અને સુધારેલ નિયમો 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત ળવા પાત્ર છે.

  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોની ઈમેજ 15 કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઈમેજ 15 કેબી સાઈઝથી વધુ નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.

ગુજરાત પોલીસ ભરતી માટે ઉમેદવારો 30 એપ્રિલ સુધી જ અરજી કરી શકશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ