Gujarat Recruitment 2024, ગુજરાત ભરતી 2024 : ગુજરાતમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડી છે. આ અંગે તમામ સંસ્થાઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પટાવાળાથી લઈને પ્રિન્સિપાલ સુધીની પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાઓએ ઓનલાઈન,ઓફલાઈન અને વોક ઈન ઈન્ટરવ્યૂ ગોઠવ્યા છે. તો ચાલો જાણીએ આ તમામ ભરતી વિશેની મહત્વની માહિતી.
ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની ભરતી માટે, પોસ્ટ, અરજી પ્રક્રિયા, સંસ્થાનું નામ, શૈક્ષણિક લાયકાત સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
લોકમાન્ય કોલેજ ઓફ લોમાં ભરતીની મહત્વની માહિતી
અમદાવાદમાં શિવરંજની વિસ્તારમાં આવેલી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લોકમાન્ય લો કોલેજમાં વિવિધ 14 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.
સંસ્થા | લોકમાન્ય કોલેજ ઓફ લો |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 14 |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
અરજી મોડ | ઈમેઈલ દ્વારા |
ક્યાં અરજી કરવી | lokmanyalaw@gmail.com |
અરજી કરાવની છેલ્લી તારીખ | 10 જૂન 2024 |
લોકમાન્ય કોલેજ ઓફ લો ભરતીની પોસ્ટની વિગતો
પોસ્ટ | ખાલી જગ્યા |
પ્રિન્સિપાલ | 1 |
એસીસ્ટન્ટ પ્રોફેસર | 8 |
ક્લાર્ક | 2 |
પટાવાળા | 2 |
લાયબ્રેરિયન | 1 |
આ પણ વાંચોઃ- બનાસ ડેરી ભરતી : જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ સુધીની નોકરી માટે તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ખ્યાતિ કોલેજ ઓફ ફિજિયોથેરાપીમાં ભરતીની મહત્વની વિગતો
ખ્યાતિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખ્યાતિ કોલેજ ઓફ ફિજિયોથેરાપીમાં પ્રિન્સિપાલ પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. પદ પર ઉમેદવારની પસંદગી માટે ઓપન ઈન્ટરવ્યૂ ગોઠવ્યું છે. આ માટે રસ ધરાવાત ઉમેદવારે આપેલા સ્થળ અને નિયત સમય પર પોતાના બાયોડેટા સાથે પહોંચી જવું.
સંસ્થા | ખ્યાતિ કોલેજ ઓફ ફિજિયોથેરાપી |
પોસ્ટ | પ્રિન્સિપાલ |
જગ્યા | 1 |
અનુભવ | ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ |
શૈક્ષણિક લાયકાત | MPT. Phd |
ઇન્ટરવ્યૂ તારીખ | 1 જૂન 2024 |
સમય | સવારે 10 વાગ્યે |
ઈન્ટરવ્યૂ સ્થળ સરનામું
ખ્યાતિ ફાઉન્ડેશન, પ્લોટ નંબર 116, ઈલેક્ટ્રોથર્મની પાછળ, વ્રજ ગોપી 2ની બાજુમાં સિલજ -પાલોડિયા, અમદાવાદ
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી |
પોસ્ટ | બિનશૈક્ષણિક |
કુલ જગ્યા | 2 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
નોકરી સ્થળ | અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેરાત બહાર પાડ્યાના 15 દિવસની અંદર |
ભરતી જાહેરાત તારીખ – | 29 મે 2024 |
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી પોસ્ટની વિગતે માહિતી
કોલેજનું નામ | પોસ્ટનું નામ | ખાલી જગ્યા | કેટેગરી |
એચ.એલ. કોલેજ ઓફ કોમર્સ | જુનિયર ક્લાર્ક વર્ગ -3 | 1 | જનરલ |
એ.જી. ટીચર્સ કોલેજ | લેબ આસીસ્ટન્ટ વર્ગ – 3 | 1 | બિન અનામત |
કેવી રીતે અરજી કરવી? ઉમેદવારોએ સોસાયટીની વેબસાઈટ www.aesahd.edu.in પર મૂકેલ નિયત નમૂના ફોર્મમાં જ અરજી કરવી. અધુરી અને અસ્પષ્ટ વિગતવાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં. અહીં ક્લિક કરીને વાંચો વધારે વિગતો.
દિલ્હી પબ્લિક સ્કૂલ, જામનગરમાં ભરતી
દિલ્હી પબ્લિક સ્કૂલ, જામનગરમાં પીજીટીથી લઈને સ્પેશિયલ એજ્યુકેટર પોસ્ટની ભરતી બહાર પાડી છે.
- પીજીટી-ટીજીટી (બધા વિષય)
- પ્રાઇમરી મધર ટીચર
- પીઆરટી (બધા વિષય)
- સ્પેશિયલ એજ્યુકેટર
આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પોતાનો બાયોડેટા hr@dpsjamnagar.edu.in પર મોકલી આપવાનો રહેશે.