Revenue Talati Exam Syllabus 2025: મહેસૂલ તલાટી ભરતી 2025 ની પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ

GSSSB Revenue Talati Preliminary Exam Syllabus 2025 : આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે.

Written by Ankit Patel
June 12, 2025 11:57 IST
Revenue Talati Exam Syllabus 2025: મહેસૂલ તલાટી ભરતી 2025 ની પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ
GSSSB Revenue Talati Exam Syllabus : મહેસૂલ તલાટી પ્રિલિમિનરી પરીક્ષાનો અભ્યાસક્રમ 2025 - photo-freepik

Revenue Talati Syllabus and Exam Pattern 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં મહેસૂલ તલાટી વર્ગ 3ની કૂલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 12 જૂન 2025ના રોજ પૂર્ણ થનારી છે. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા લાખો વિદ્યાર્થીઓએ આ ભરતી માટે અરજી ફોર્મ ભર્યા છે. આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે.

પરીક્ષામાં કયા કયા વિષયો પૂછાશે

મહેસૂલ તલાટી ભરતીની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 200 ગુણનું રહેશે. જેની વિસ્તારથી માહિતી આ પ્રમાણે છે.

વિષયગુણ
ગુજરાતી20
અંગ્રેજી20
રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ- અર્થસાસ્ત્ર30
ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો30
પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી30
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ30
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા40
કુલ200

ક્યા વિષયમાં કેટલા મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછાઈ શકે છે?

ગુજરાતી વિષય

  1. રૂઢિપ્રયોગનો અર્થ
  2. કહેવતનો અર્થ
  3. સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
  4. છંદ
  5. અલંકાર
  6. શબ્દસમૂહ માટે એક શબ્દ
  7. જોડણી શુદ્ધિ
  8. લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
  9. સંધિ જોડો કે છોડો
  10. સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો

અંગ્રેજી વિષય

  1. Tensee
  2. Active Voice And Passive Voice
  3. Narration (Direct-Indirect)
  4. Transformation of Sentences
  5. Use of Articles and Determiners
  6. Use of Adjectives, Prepositions and Conjunctions
  7. Verbs and Adverbs
  8. Nouns and Pronouns
  9. Use of Idiomatic Expressions
  10. Synonyns/Antonyms
  11. One Word Substitutions
  12. Affixes
  13. Word that cause confusion like homonyms/Homophones

રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ-અર્થ વ્યવસ્થા

  1. ભારતીય બંધારણ – ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિક્તાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ.
  2. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધામંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો
  3. ભારતમાં ન્યાયપાલિકા-માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીટ
  4. બંધારણીય સંસ્થાઓ-સત્તા, કાર્યો અને જવાબદારી
  5. વૈદ્યાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ
  6. સ્થાનિક સરકાર
  7. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો.
  8. જાહેર માહિતી અધિકારી અધિનિમય (RTI act 2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો
  9. સુશાસન-શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા

અર્થશાસ્ત્ર

  1. ભારતીય અર્થતંત્ર – સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થેયલા વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
  2. કૃષિ ક્ષેત્ર – મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેક્નોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યૌગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તિય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ
  3. ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ
  4. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું – ઊર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલા સંસ્થાઓ
  5. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા- ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાંકિય મુદ્દાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા- તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ

ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિ વારસો

ઇતિહાસ

  1. સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ
  2. વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ
  3. ગુજરાતના રાજવંશો- મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ
  4. 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદ્ધભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં
  5. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
  6. ભારતની સંવતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ
  7. મહાત્મા ગાંધીજીનાં એકાદશ વ્રતો (અગિયાર મહાવ્રતો), રચનાત્મક કાર્યક્રમો, હિંદ સ્વરાજ
  8. સ્વતંત્રતા ચળવ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
  9. મહાગુજરાત આંદોલન

ભૂગોળ

  1. સામાન્ય ભૂગોળઃ- સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
  2. ભૈતિક ભૂગોળઃ- ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિઃ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
  3. ગુજરાતનાં સંદર્ભમાં સામાજિક ભૂગોળઃ વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી.

સાંસ્કૃતિક વારસો

  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  2. ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
  3. ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ
  4. ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
  5. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો

પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી

પર્યાવરણ

  1. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્ર સંકળાયેલા મહત્વનાં એવોર્ડ
  2. વન અને વન જીવન સંરક્ષણ
  3. ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો
  4. આપત્તિ વ્યવસ્થાપન
  5. જળ, જમીન અને વાયુ પ્રદૂષણ-અસરો અને અટકાવવાના ઉપાયો

વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી

  1. રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
  2. સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી – વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ
  3. અંતરિક્ષ-અવકાસ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
  4. ભારતની ઊર્જા નીતિ
  5. માહિતી અને સંસ્થા તકનીકોઃ- (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા.

પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અભ્યાસક્રમની PDF

સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

  1. તાર્કિક અને વિશ્વેષણાત્મક ક્ષમતા
  2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
  3. લોહિના સંબંધ વિષયક
  4. ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
  5. સંખયા વ્યવ્સથા (Number System) અને તેના માનક્રમ (Ranking)
  6. માહિતીનું અર્થઘટન, વિશ્વેષણ, પર્યાપ્તતા
  7. સંભાવના
  8. મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ
  9. ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
  10. ટકાવારી, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી
  11. સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર
  12. કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ
  13. ભૂમિતીની સામાન્ય સમજ
  14. સરળીકરણ (Simplification) અને બીજગણિત
  15. અંકગણિત અને ગણિતિય ગતિશીલતા
  16. ગુણોત્તર અને પ્રમાણ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ