Gujarat Teacher bharti 2025, ગુજરાત જ્ઞાન સહાયક ભરતી : ગુજરાતમાં શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) અને જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી નીકળી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં આપેલી છે.
ગુજરાત ભરતી મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત શાળા શિક્ષણ પરિષદ |
| પોસ્ટ | જ્ઞાન સહાયક |
| જગ્યા | ઉલ્લેખ નથી |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 2-12-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 12-12-2025 |
| ક્યાં અરજી કરવી | https://gyansahayak.ssgujarat.org/ |
શૈક્ષણિક લાયકાત
જ્ઞાન સાહયક ભરતીના ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-2 પરીક્ષામાં ઉતીર્ણ થયેલા હશે.
પગાર ધોરણ
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ભરતી હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણે ફિક્સ પગાર મળશે.
| પોસ્ટ | પગાર |
| જ્ઞાન સહાયક(પ્રાથમિક) | ₹21,000 |
| જ્ઞાન સહાયક(માધ્યમિક) | ₹24,000 |
| જ્ઞાન સહાયક(ઉચ્ચતર માધ્યમિક) | ₹26,000 |
વયમર્યાદા
| પોસ્ટ | વય મર્યાદા |
| જ્ઞાન સહાયક(પ્રાથમિક) | 40 વર્ષ |
| જ્ઞાન સહાયક(માધ્યમિક) | 40 વર્ષ |
| જ્ઞાન સહાયક(ઉચ્ચતર માધ્યમિક) | 45 વર્ષ |
ભરતી જાહેરાત
અરજી કેવી રીતે કરવી?
જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ https://gyansahayak.ssgujarat.org/ વેબસાઈટ ઉપર જવુંનીચે આપેલ પીડીએફમાં દર્શાવ્યા પ્રમાણે અરજી કરવી.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉમેદવારોને ખાસ સૂચન
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રીન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.





