Gujarat Tourism Recruitment 2024, ગુજરાત ટુરિઝમ ભરતી : ગુજરાતમાં નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ટુરિઝમ દ્વારા વિવિધ મેનેજરોની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે આસિસ્ટન્ટ જનરલ મેનેજરો અને ડેપ્યુટી મેનેજરોની કુલ 6 જગ્યાઓ માટે ભરવાની છે. ગુજરાત ટુરિઝમ દ્વારા આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો મેનેજરોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ. ઉમેદવારો આ પોસ્ટ માટે 18 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
Gujarat Tourism Recruitment 2024, ગુજરાત ટુરિઝમ ભરતી : મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટ્સ | વિવિધ મેનેજર |
કુલ જગ્યા | 6 |
લોકેશન | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18 માર્ચ 2024 |
ઓનલાઇન પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ | 20 માર્ચ 2024 |
ગુજરાત ટુરિઝમ ભરતીની વિવિધ પોસ્ટની માહિતી
પોસ્ટ | જગ્યા |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ) | 1 |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય) | 1 |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ) | 1 |
ડેપ્યુટી મેનેજર (IT) | 1 |
ડેપ્યુટી મેનેજર (PPP) | 1 |
ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ) | 1 |
કુલ સંખ્યા | 6 |
પોસ્ટ, પગાર અને ઉંમર
પોસ્ટ | પગાર | ઉંમર |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ) | ₹ 50,000 | 40 વર્ષ |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય) | ₹ 50,000 | 40 વર્ષ |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ) | ₹ 50,000 | 40 વર્ષ |
ડેપ્યુટી મેનેજર (IT) | ₹ 45,000 | 30 વર્ષ |
ડેપ્યુટી મેનેજર (PPP) | ₹ 45,000 | 30 વર્ષ |
ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ) | ₹ 45,000 | 30 વર્ષ |
શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ
ગુજરાત ટુરિઝમ દ્વારા બહાર પાડેલી આસિસ્ટન્ટ જનરલ મેનેજરો અને ડેપ્યુટી મેનેજરોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
આ પણ વાંચોઃ- CBSE ભરતી 2024 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો વિગતો
આ પણ વાંચોઃ- પરીક્ષા ટીપ્સ : જીઈઈ મેઇન્સ પરીક્ષા ક્રેક કરવા માટે અપનાવો આ ટીપ્સ, મળશે સરળતાથી સફળતા
અરજી ફી
કેટેગરી | અરજી ફી |
જનરલ | ₹ 500 |
અન્ય | ₹ 300 |
કેવી રીતે અરજી કરવી?
- પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત
કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાત અને અંગ્રેજીમાં નિપુણ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશેઓનલાઈન અરજીના છેલ્લા દિવસે ઉંમર નક્કી કરાયેલી વય મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ.