Gujarat University Recruitment 2025, ગુજરાત યુનિવર્સિટી ભરતી : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટિચિંગ, નોન ટિચિંગ અને ટેક્નિકલ સ્ટાફ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટની કુલ 39 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત યુનિવર્સિટી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
પોસ્ટ | ટિચિંગ, નોન ટિચિંગ અને ટેક્નિકલ સ્ટાફ |
જગ્યા | 39 |
વય મર્યાદા | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11-4-2025 |
ક્યાં અરજી કરવી | https://gujaratuniversityrec.samarth.edu.in/.. https://gujaratuniversitynt.samarth.edu.in/ |
ગુજરાત યુનિવર્સિટી ભરતી, પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
એસોસિએટ પ્રોફેસર | 4 |
એસો.પ્રોફેસર અને ડેપ્યુટી ડિરેક્ટોર | 1 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 12 |
આસિ. પ્રોફેસર અને આસિ. ડિરેક્ટર | 1 |
ડેપ્યુટી રજીસ્ટાર | 1 |
આસિસ્ટન્ટ રજીસ્ટાર | 1 |
સેક્શન ઓફિસર | 1 |
આસિસ્ટન્ટ | 3 |
કમ્યુટર ઓપરેટર | 2 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ | 2 |
ટેક્નિકલ મેનેજર(પ્રોડક્શન) | 1 |
ટેક્નિકલ એસોસિએટ(ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ એન્ડ એડિટિંગ) | 1 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ) | 1 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો એડિટિંગ) | 1 |
ટેક્નિકલ મેનેજર (LMS and Data મેનેજમેન્ટ) | 1 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (LMS and Data મેનેજમેન્ટ) | 2 |
ટેક્નિકલ મેનેજર એડમિશન | 1 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ એડમિશન | 2 |
કુલ | 39 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થાએ વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. તો ઉમેદવારોએ વિગતવાર માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
વય મર્યાદા
ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો વિવિધ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં મહત્તમ ઉંમર 45 વર્ષ છે.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર (રૂપિયામાં) |
એસોસિએટ પ્રોફેસર | 1,31,400 – 217,100 |
એસો.પ્રોફેસર અને ડેપ્યુટી ડિરેક્ટોર | 1,31,400 – 217,100 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 57,700 – 1,82,400 |
આસિ. પ્રોફેસર અને આસિ. ડિરેક્ટર | 57,700 – 1,82,400 |
ડેપ્યુટી રજીસ્ટાર | 67,700 – 2,08,700 |
આસિસ્ટન્ટ રજીસ્ટાર | 56,100 -1,77,500 |
સેક્શન ઓફિસર | 44,900 – 1,42,400 |
આસિસ્ટન્ટ | 35,400-1,12,400 |
કમ્યુટર ઓપરેટર | 29,200 – 92,300 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ | 14,800 – 47,100 |
ટેક્નિકલ મેનેજર(પ્રોડક્શન) | 56100 – 177500 |
ટેક્નિકલ એસોસિએટ(ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ એન્ડ એડિટિંગ) | 35400-112400 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ) | 35400-112400 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો એડિટિંગ) | 35400-112400 |
ટેક્નિકલ મેનેજર (LMS and Data મેનેજમેન્ટ) | 56100 – 177500 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (LMS and Data મેનેજમેન્ટ) | 35400-112400 |
ટેક્નિકલ મેનેજર એડમિશન | 56100 – 177500 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ એડમિશન | 35400-112400 |
અરજી ફી
ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી ફીની વાત કરીએ તો ડેપ્યુટેશન પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોને 750 રૂપિયા અને કોન્ટ્રાક્ટ નોન ટિચિંગ પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારોએ 450 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે.
અરજી કેવી રીતે કરવી
- શિક્ષણ માટે પ્રતિનિયુક્તિની જગ્યાઓ માટે અરજી કરતા તમામ ઉમેદવારો https://gujaratuniversityrec.samarth.edu.in/ વેબસાઈટ પર ઑનલાઇન અરજી કરી શકશે
- કરાર આધારિત બિન-શિક્ષણની જગ્યાઓ માટે અરજી કરતા તમામ ઉમેદવારો https://gujaratuniversitynt.samarth.edu.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે
આ પણ વાંચોઃ- UPSC પરીક્ષામાં નાપાસ થતા IAS નું સ્વપ્ન છોડી મિત્ર સાથે શરૂ કર્યો ધંધો, હવે કરોડોમાં કરે છે કમાણી
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.