ગુજરાત વિદ્યાપીઠ ભરતી : ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીની નોકરીઓ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat vidyapith recruitment 2024,ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 : ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીક, વય મર્યાદા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

Written by Ankit Patel
June 05, 2024 15:43 IST
ગુજરાત વિદ્યાપીઠ ભરતી : ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીની નોકરીઓ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત વિદ્યાપીઠ ભરતી - photo social media

Gujarat vidyapith recruitment 2024,ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 : નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે નોકરીના મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિદ પોસ્ટો પર બમ્પર ભરતી બહાર પાડી છે. ગુજરાત વિદ્યાપીઠે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારોએ 18 જૂન 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીક, વય મર્યાદા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત વિદ્યાપીઠ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટટીચિંગ ,વહિવટી
કૂલ જગ્યા117
પગાર ધોરણપોસ્ટ પ્રમાણે પગાર
વય મર્યાદાવિવિધ પોસ્ટ પ્રમાણે
અરજી કરવાની છેલ્લી તારીખ18 જૂન 2024
ક્યાં અરજી કરવીhttps://www.gujaratvidyapith.org/

ગુજરાત વિદ્યાપીઠ ભરતીની પોસ્ટ અંગે વિગતે માહિતી

પોસ્ટનું નામ ખાલી જગ્યા
ટીચિંગ પોસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર)15
વહિવટી પોસ્ટ 102

આસિસ્ટન્ટ પોસ્ટની વિગતે માહિતી

વિષય ખાલી જગ્યા
અંગ્રેજી02
સમાજશાસ્ત્ર01
લાઇબ્રેરી અને ઈન્ફ. સાયન્સ01
શારીરિક શિક્ષણ02
સૂક્ષ્મજીવાણુ વિજ્ઞાન01
મેથેમેટિક્સ01
ફૂડ એન્ડ ન્યુટ્રીશન01
કમ્પ્યુટર વિજ્ઞાન02
યોગ01

વહીવટી જગ્યાઓની વિગતે માહિતી

પોસ્ટ ખાલી જગ્યા
નાયબ કુલસિચવ01
મદદનીશ કુલસચિવ03
મ્યુઝિક ક્યુરેટર01
મ્યુઝિયમ કો.ઓર્ડિનેટર01
મદદનીશ ઈજનેર04
સંશોધન અધિકારી05
યુનિવર્સિટી ઇજનેર01
અંગત સચિવ02
અંગત મદદનીશ02
મદદનીશ આર્કાઇવિસ્ટ01
કન્ઝર્વેશનિષ્ટ01
તકનીકી મદદનીશ01
ક્રાફ્ટ આસિસ્ટન્ટ03
પ્રૂફ રીડર01
ગૃહપતિ-ગૃહમાતા08
રિસેપ્શનિસ્ટ02
નિમ્ન શ્રેણી કારકુન19
ડ્રાઇવર02
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ33
ગ્રાઉન્ડ મેન04
ચોકીદાર11

આસિસ્ટન્ટ પ્રોફેસર માટે શૈક્ષણિક લાયકાત

  • 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી (અથવા બિંદુ-સ્કેલમાં સમકક્ષ ગ્રેડ જ્યાં પણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે) ભારતીય તરફથી સંબંધિત વિષયમાં
  • યુનિવર્સિટી, અથવા તેની સમકક્ષ ડિગ્રી માન્યતા પ્રાપ્ત વિદેશી યુનિવર્સિટી.
  • પીએચ.ડી. સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા NET/ સંબંધિત વિષયમાં SET.

વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે વિવિધ વહિવટી પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવી છે. તમામ વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું

પાગર ધોરણ

ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટેના પગાર અંગે વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. આમ ₹12,000થી લઈને ₹ 75,000 સુધી પગાર પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- ઇન્ડિયન એરફોર્સ ભરતી : સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, ₹ 1.77 લાખ સુધીનો પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટેનું નોટિફિકેશન

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીક, વય મર્યાદા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ઝિણવટ પૂર્વક વાંચવું.

કેવી રીતે અરજી કરી

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ સંસ્થાની https://www.gujaratvidyapith.org/ વેબસાઈટની મુલાકાત લેવી. ત્યારબાદ આપેલી સુચનાઓ અનુસાર ઓનલાઈન ફોમ ભરી સબમિટ કરવું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ