Gujarat vidyapith recruitment, ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં તગડા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત વિદ્યાપીઠ |
| પોસ્ટ | કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસર |
| જગ્યા | 2 |
| વય મર્યાદા | 57 વર્ષથી વધારે નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20-12-2024 |
| ક્યાં અરજી કરવી | https://www.gujaratvidyapith.org/pages/recruitments |
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| કુલસચિવ | 1 |
| ફાઈનાન્સ ઓફિસર | 1 |
| કુલ | 2 |
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે લાયકાત
કુલસચિવ
- શૈક્ષણિક લાયકાતઃ- કોઈપણ માસ્ટર ડિગ્રીમાં ઓછામાં 55 ટકા મેળવેલા હોવા જોઈએ
- અનુભવઃ- આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ
- વય મર્યાદાઃ- ઉમેદવારની ઉંમર 57 વર્ષથી વધારે ન હોવી જોઈએ
ફાઈનાન્સ ઓફિસર
- શૈક્ષણિક લાયકાતઃ- માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા મેળવેલા હોવા જોઈએ
- અનુભવઃ- આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઓછામાં ઓછા 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- વયમર્યાદાઃ- 57 વર્ષથી ઓછી ઉંમર
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| કુલસચિવ | ₹ 1,44,200-₹2,18,200 |
| ફાઈનાન્સ ઓફિસર | ₹ 1,44,200-₹2,18,200 |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ આપેલ પગલાં અનુસરવા
- ઉમેદવારો પહેલા ગુજરાત વિદ્યાપીઠની https://www.gujaratvidyapith.org વેબસાઈટ ઓપન કરવી
- જ્યાં રિક્રૂટમેન્ટ ઉપર ક્લીક કરવાથી ભરતીની માહિતી ઓપન થશે
- આ પેજમાં એપ્લાઈ ઓનલાઈનનું બટ દેખાશે તેના ઉપર ક્લિક કરવી
- જી મેઈલ સાથે રજીસ્ટ્રેન કર્યા બાદ ફોર્મમાં માંગેલી માહિતી ભરવી
- ફાઈનલ સબમીટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી.
આ પણ વાંચોઃ- GPSC ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ, ખુબ જ અગત્યની થઈ જાહેરાત
નોટીફિકેશન
ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કરનાર ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.





