ગુજકોસ્ટમાં ભરતીઃ ગુજરાતમાં નોકરીઓની બમ્પર ભરતી નીકળી છે. જે યુવાનો ક્લાર્ક અને ટાયપિસ્ટ ક્ષેત્રમાં નોકરીની શોધમાં છે એવા લોકો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેક્નોલોજી (Gujcost) દ્વારા ક્લાર્ક – ટાયપિસ્ટની ભરતી બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 31 ઓક્ટોબર 2022 પહેલા અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
રસ ધરાવતા ઉમેદવાર પાસે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સમાન સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લેવાતી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઉમેદવારને અંગ્રેજી અને ગુજરાતીમાં ટાઈપિંગ પ્રતિકલાક 6500થી ઓછી ન હોવી જોઈએ. સાથે સાથે ટાપિંગમાં ચોક્કસાઈ હોવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન હોવું જરૂરી છે.
સંસ્થા | ગુજકોસ્ટ |
પદ | ક્લાર્ક-ટાઇપિસ્ટ |
પગાર | રૂ.19,900-રૂ63,200 સુધી |
છેલ્લી તારીખ | 31/10/2022 |
નોટિફિકેશન | નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો |
અરજીનું ફોર્મ | અરજીનું ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો |
અરજી કરવાનું સરનામું | સભ્ય સચિવ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, બ્લોકઃ બી, 7મો માળ, એમ.એસ. બિલ્ડિંગ, સેક્ટર: 11, ગાંધીનગર 382011, ગુજરાત, ભારત |
વય મર્યાદા
રસ ધરાવતા ઉમેદવારે 18 વર્ષ પુરુ કરેલું હોવું જોઈએ અથવા તો 33 વર્ષથી મોટી ઉંમર ન હોવી જોઈએ. આ ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ગણાશે.
આ પણ વાંચોઃ- ઓએનજીસી અમદાવાદમાં નોકરીની સુવર્ણ તક, રૂ.66,000 સુધી મળશે પગાર
પગાર
19,900-63,200 રૂપિયા (લેવલ 2 સાતમા પગાર પંચ સ્કેલ પ્રમાણે) કરારની સીમા સંતોષકારક રીતે પૂર્ણ થયા પછી. સીધી ભરતી દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારને GUJCOST/સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર રૂ.19,950/- ના ફિક્સ પગાર તરીકે પાંચ વર્ષ માટે કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- GSFC માં ડેપ્યુટી મેનેજરની ભરતી, લાયકાત, છેલ્લી તારીખ, કેવી રીતે અરજી કરવી અંગેની તમામ વિગતો
GUJCOST ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ બંધ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. આરપીએડી દ્વારા.
સરનામું:
સભ્ય સચિવ,ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,બ્લોકઃ બી,7મો માળ, એમ.એસ. બિલ્ડિંગ, સેક્ટર: 11, ગાંધીનગર 382011,ગુજરાત, ભારત
GUJCOST ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
સીધી ભરતીમાં નિયુક્ત ઉમેદવારે નિયમિત નિમણૂક પછી GUJCOST/સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર હિન્દી અથવા ગુજરાતી અથવા બંનેની પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે. GUJCOST/સરકારી નિયમ મુજબ લેખિત કસોટી અને ટાઇપિંગ સ્પીડ ટેસ્ટ લેશે.
GUJCOST ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ: 31/10/2022