Higher Package Offered To IIT Students: ભારતીય ટેક્નોલોજી સંસ્થાના આ વર્ષના પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરફથી મળતી ઓફરોમાં વધારો થયો છે. અનેક વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયા વાર્ષીકથી પણ વધારે પગાર મળ્યો છે. આઇઆઇટી મદ્રાસથી ઓછામાં ઓછા 25 વિદ્યાર્થીઓને વાર્ષીક એક કરોડ રૂપિયાથી વધારેના પગારની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાની નિયુક્તિ દર પણ સૌથી વધારે રહ્યો છે.
ટેક્સાસ ઇન્સ્ટૂમેન્ટ અને ક્વાલકોમ જેવી મલ્ટી નેશનલ કંપનીઓએ આપી ઓફર
આઇઆઇટી મદ્રાસના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓને ઓફર કરનારી મુખ્ય કંપનીઓમાં ટેક્સાસ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ, બજાજ ઓટો લિમિટેડ, ચેતક ટેક લિમિટેડ, ક્વાલકોમ, જેપી માર્ગન ચેસ એન્ડ કંપની, પ્રોક્ટર એન્ડ ગેંબલ, માર્ગન સ્ટેનલી, ગ્રેવિટાન, મેકિન્સે એન્ડ કંપની અને કોહેસિટીનો સમાવેશ થયા છે.
આ પણ વાંચોઃ- UPSC Recruitment: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને બહાર પાડી 43 જગ્યા માટે ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
IIT Guwahati માં પહેલા દિવસે 84 કંપનીઓએ આપ્યા 290 જોબ ઓફર
આઇઆઇટી ગુવાહાટીએ શુક્રવારે પોતાનું પ્લેસમેન્ટ અભિયાન શરુ કરી દીધું છે. આઇઆઇટુ ગુવાહાટીમાં પહેલા દિવસે 84 કંપનીઓએ કુલ 290 ઓફર કરી હતી. સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જીનિયરિંગ, ડેટા સાયન્સ, ક્વાંટ, કોર એન્જીનિયર, યુએક્સ ડિઝાઇનર, વીએલએસ આઇ, વાહન એ્જીનિયરિંગ, વિશ્લેષક, પ્રોડક્ટ ડિઝાઇનિંગમાં નિયુક્તિઓની ઓફર કરી છે.
આ પણ વાંચોઃ- Sarkari Naukri: ધો.12 અને ડિસ્પોમા પાસને આરોગ્ય વિભાગમાં નોકરીની સુવર્ણ તક, મળશે પગાર સારો
આઇઆઇટી ગુવાહાટીના પાંચ વિદ્યાર્થીને મળી ચૂક્યા છે એક કરોડ રૂપિયાના પગાર પેકેજ
ઓફર કરનારી મુખ્ય કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, ટેક્સાસ, ઇન્સ્ટ્રૂમેન્ટ્સ, ગૂગલ, ઉબર, ક્વોલકોમ, સીડોટ, એનફેઝ એનર્જી, ઓરેકલ, થાટસ્પાટ એમટીએસ-2, સ્ક્વાયરપોઇન્ટ એસડીઈ/ક્વાન્ટનો પણ સમાવેશ થાય છે. આઇઆઇટી ગુવાહાટીમાં ઓછમાં ઓછા પાંચ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયા પગારની ઓફર થઇ ચૂકી છે.