IBPS Recruitment 2024, બેંક ભરતી : કોલેજ પાસ ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા તાજેતરમાં બંપર ભરતી બહાર પાડી છે. IBPS દ્વારા ક્લાર્કની કૂલ 6128 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પરીક્ષા તારીખ, બેંકોના નામો, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતી તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
બેંક ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) |
પોસ્ટ | ક્લાર્ક |
કુલ જગ્યાઓ | 6128 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ફોર્મ શરુ તારીખ | 01 જુલાઈ 2024 |
છેલ્લી તારીખ | 21 જુલાઈ 2024 |
વય મર્યાદા – | 20થી 28 વર્ષ વચ્ચે |
સત્તાવાર વેબસાઇટ | https://www.ibps.in |
સહભાગી બેંકો
- બેંક ઓફ બરોડા
- કેનેરા બેંક ઇન્ડિયન
- ઓવરસીઝ બેંક
- યુકો બેંક
- બેંક ઓફ ઈન્ડિયા
- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
- પંજાબ નેશનલ બેંક યુનિયન
- બેંક ઓફ ઇન્ડિયા
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- ઇન્ડિયન બેંક
- પંજાબ એન્ડ સિંધ બેંક
બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારતના અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત. ઉમેદવાર પાસે માન્ય માર્ક-શીટ/ડિગ્રી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે કે તે સ્નાતક છે. કોમ્પ્યુટર સાક્ષરતા: કોમ્પ્યુટર સિસ્ટમમાં સંચાલન અને કાર્યકારી જ્ઞાન ફરજિયાત છે .
બેંક ભરતી માટે અરજી ફી
કેટેગરી | અરજીફી |
SC/ST/PwBD/ESM/DESM ઉમેદવારો માટે | ₹ 175 |
અન્ય તમામ માટે | ₹850 |
અરજી માટે જરુરી દસ્તાવેજો
- ફોટોગ્રાફ
- સહી
- ડાબા અંગૂઠાની છાપ
- હાથથી લખેલી ઘોષણા
- કલમ J (viii) માં ઉલ્લેખિત પ્રમાણપત્ર – (જો લાગુ હોય તો)
- ઉમેદવારોએ તેમના ફોટોગ્રાફ કેપ્ચર કરીને અપલોડ કરવા પણ જરૂરી રહેશે
બેંક ભરતી માટેનું નોટીફિકેશન
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પરીક્ષા તારીખ, બેંકોના નામો, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતી તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
IBPS ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Institute of Banking Personnel Selection ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ લેખમાં નીચે દર્શાવેલ પગલાં અનુસરવા.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.ibps.in
- Recent Updates વિકલ્પ પર ક્લિક કરો.
- CRP-Clerks-XIV શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો
- બનાસ ડેરી ભરતી : બનાસકાંઠાની આ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, અરજી પ્રક્રિયા આજથી શરુ થશે, ઉમેદવારોએ શું ધ્યાન રાખવું,
ઉમેદવારોને ખાસ સૂચન છે કે ઓલાઈન અરજી કરતા પહેલા સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટીફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું ત્યારબાદ જ અરજી કરવી.