IBPS RRB Clerk Prelims Admit Card 2025 Out: આઈબીપીએસ આરઆરબી ક્લાર્ક પ્રીલિમ્સ માટે એડમિટ કાર્ડ 2025 જારી, આ રીતે ડાઉનલોડ કરો

IBPS RRB Clerk Prelims Admit Card 2025 Released : આઈબીપીએસ આરઆરબી ક્લાર્ક પ્રીલિમ્સ પરિક્ષાના એડમિટ કાર્ડ જારી થયા છે. આ પરીક્ષા અલગ અલગ તારીખે યોજાશે. અહીં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ સમજ આપી છે.

Written by Ajay Saroya
December 01, 2025 14:05 IST
IBPS RRB Clerk Prelims Admit Card 2025 Out: આઈબીપીએસ આરઆરબી ક્લાર્ક પ્રીલિમ્સ માટે એડમિટ કાર્ડ 2025 જારી, આ રીતે ડાઉનલોડ કરો
IBPS RRB Clerk Admit Card Out 2025 : આઈબીપીએસ આરઆરબી ક્લાર્ક પ્રીલિમ્સ માટે એડમિટ કાર્ડ 2025 ડાઉનલોડ કરી શકાય છે. (Photo: Freepik)

IBPS RRB Clerk Admit Card Out 2025 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ IBPS RRB ક્લાર્ક પ્રિલિમ્સ એડમિટ કાર્ડ 2025 જારી કરી દીધા છે. નોંધાયેલા ઉમેદવારો હવે આઇબીપીએસ ibps.in ની સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ એડમિટ કાર્ડ 14મી IBPS RRB ભરતી હેઠળ જારી કરવામાં આવ્યા છે અને 14મી ડિસેમ્બર 2025 સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

IBPS RRB Clerk Prelims Exam 2025 : પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

આઇબીપીએસ ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) પ્રિલિમ્સની પરીક્ષા આ તારીખો પર લેવામાં આવશે, જે નીચે મુજબ છે.

  • 6 ડિસેમ્બર 2025
  • 7 ડિસેમ્બર 2025
  • 13 ડિસેમ્બર 2025
  • 14 ડિસેમ્બર 2025

ઉમેદવારોને એડમિટ કાર્ડ પર પરીક્ષાની તારીખ, રિપોર્ટિંગ સમય અને પરીક્ષા કેન્દ્રની માહિતી આપવામાં આવી છે.

IBPS RRB Clerk Prelims Exam 2025 : ડાઉનલોડ કેવી રીતે કરવું?

ઉમેદવારો નીચેના પગલાંને અનુસરીને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

  • સૌથી પહેલા ibps.in સત્તાવાર વેબસાઇટ ઓપન કરો
  • હોમપેજ પર CRP RRBs પર ટેબ કરો.
  • IBPS RRB Clerk Admit Card 2025 લિંક પર ક્લિક કરો.
  • તમારો રજિસ્ટ્રેશન નંબર / રોલ નંબર અને પાસવર્ડ / જન્મ તારીખ દાખલ કરો.
  • Submit સબમિટ પર ક્લિક કરો.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને સેવ કરો

એડમિટ કાર્ડ પર આ માહિતી જોવા મળશે

  • ઉમેદવારનું નામ
  • ઉમેદવારના પિતાનું નામ
  • ઉમેદવારનું સરનામું
  • ઉમેદવારનો ફોન નંબર
  • રોલ નંબર
  • રજીસ્ટ્રેશન નંબર
  • ફોટો અને હસ્તાક્ષર
  • પરિક્ષા કેન્દ્રનું નામ અને સંપૂર્ણ સરનામું
  • રિપોર્ટિંગ સમય
  • પરીક્ષા દિવસની માર્ગદર્શિકા
  • કેટેગરી (Category)
  • પ્રતિબંધિત વસ્તુઓની યાદી

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમામ વિગતોની સંપૂર્ણ તપાસ કરે અને કોઈપણ ભૂલના કિસ્સામાં તાત્કાલિક સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરે.

IBPS RRB Clerk Recruitment 2025: પસંદગી પ્રક્રિયા

આરઆરબી ઓફિસ આસિસ્ટન્ટ ભરતીમાં પસંદગી બે તબક્કામાં થાય છે.

(1) પ્રિલિમ્સ પરીક્ષા (Prelims Exam)

  • આ એક ક્વોલિફાઇંગ ટેસ્ટ છે
  • અંતિમ યોગ્યતામાં ગુણનો સમાવેશ થતો નથી
  • 80 પ્રશ્નો – કુલ 80 ગુણ

બે સેક્શન :

  • લોજિકલ રિઝનિંગ
  • આંકડાકીય ક્ષમતા
  • કુલ સમય: 45 મિનિટ

(2) મુખ્ય પરિક્ષા (Mains Exam), અંતિમ પસંદગીનો આધાર

  • મેરિટ લિસ્ટ ફક્ત મેઇન્સના ગુણમાંથી જ તૈયાર કરવામાં આવે છે
  • Mains પાસ કરનારા ઉમેદવારોને સીધા દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે છે
  • ઓફિસ આસિસ્ટન્ટ/ક્લાર્કની પોસ્ટ માટે કોઈ ઇન્ટરવ્યૂ નથી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ