IBPS RRB Vacancy 2025: દેશભરની ગ્રામીણ બેંકોમાં 13000થી વધારે જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો તમામ માહિતી

IBPS RRB Gramin Bank Recruitment 2025 : IBPS ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
September 11, 2025 11:50 IST
IBPS RRB Vacancy 2025: દેશભરની ગ્રામીણ બેંકોમાં 13000થી વધારે જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો તમામ માહિતી
પ્રાદેશિક ગ્રામીણ બેંક ભરતી 2025 - photo - freepik

IBPS RRB Recruitment 2025: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ દેશભરમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) માં ક્લાર્ક અને ઓફિસર (PO) સહિત 13000 થી વધુ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા 1 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ibps.in ની મુલાકાત લઈને 21 સપ્ટેમ્બર 2025 સુધી અરજી કરી શકે છે.

IBPS ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

IBPS RRB Recruitment 2025 ની મહત્વની માહિતી

સંસ્થાઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)
વિભાગપ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs)
પોસ્ટક્લાર્ક અને ઓફિસર(PO)
જગ્યા13000થી વધુ
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 2025
ક્યાં અરજી કરવીibps.in

ગ્રામીણ બેંક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક)7972
ઓફિસર સ્કેલ-13857
ઓફિસર સ્કેલ-2 (જનરલ બેંકિંગ ઓફિસર)845
IT ઓફિસર સ્કેલ-287
CA ઓફિસર સ્કેલ-269
લો ઓફિસર સ્કેલ-248
ટ્રેઝરી મેનેજર સ્કેલ-II16
માર્કેટિંગ ઓફિસર સ્કેલ-II15
કૃષિ ઓફિસર સ્કેલ-II50
ઓફિસર સ્કેલ-III199

બેંક ભરતી માટે શૈક્ષણકિ લાયકાત

  • ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક)-કોઈપણ વિષયમાં સ્નાતક
  • ઓફિસર સ્કેલ-1-કોઈપણ પ્રવાહમાં સ્નાતક
  • ઓફિસર સ્કેલ-2 (જનરલ બેંકિંગ ઓફિસર)-50% ગુણ સાથે સ્નાતક + 2 વર્ષનો અનુભવ
  • IT ઓફિસર સ્કેલ-2-કમ્પ્યુટર/IT સંબંધિત ડિગ્રી + 1 વર્ષનો અનુભવ
  • CA ઓફિસર સ્કેલ-2-ICAI માંથી CA + 1 વર્ષનો અનુભવ
  • લો ઓફિસર સ્કેલ-2-LLB + 2 વર્ષનો અનુભવ
  • ટ્રેઝરી મેનેજર સ્કેલ-II-CA અથવા MBA (ફાઇનાન્સ) + 1 વર્ષનો અનુભવ
  • માર્કેટિંગ ઓફિસર સ્કેલ-II-MBA (માર્કેટિંગ) + 1 વર્ષનો અનુભવ
  • કૃષિ ઓફિસર સ્કેલ-II-કૃષિ/ડેરી/બાગાયત/પશુચિકિત્સા/મત્સ્યઉદ્યોગમાં ડિગ્રી + 2 વર્ષનો અનુભવ
  • ઓફિસર સ્કેલ-III-સ્નાતકમાં 50% ગુણ + 5 વર્ષનો અનુભવ

વય મર્યાદા

IBPS RRB ભરતી 2025 માટે વય મર્યાદા વિવિધ પોસ્ટ્સ અનુસાર નક્કી કરવામાં આવી છે. ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) ની પોસ્ટ માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ છે. ઓફિસર સ્કેલ-I ની પોસ્ટ માટે, ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, ઓફિસર સ્કેલ-II ની પોસ્ટ માટે લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, ઓફિસર સ્કેલ-III પોસ્ટ માટે, ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી ફી

ઓફિસર (સ્કેલ I, II અને III) માટે SC/ST/PwBD ઉમેદવારોએ 175 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) SC/ST/PwBD ઉમેદવારોએ 175 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • IBPS RRB ભરતી પ્રક્રિયામાં ત્રણ તબક્કા હોય છે – પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂ.
  • ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) ની પોસ્ટ માટે, ઉમેદવારોની પસંદગી પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
  • PO (ઓફિસર) ની પોસ્ટ માટે, ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ibps.in ની મુલાકાત લે છે.
  • હોમપેજ પર CRP RRB XIV એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • નોંધણી કરાવો અને અરજી પ્રક્રિયા આગળ ધપાવો.
  • ફોર્મ ભરો, અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
  • વધુ જરૂર હોય તો અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ