IIT બોમ્બેના તાજેતરના પ્લેસમેન્ટમાં લગભગ 400 રિક્રૂટર્સે પ્લેસમેન્ટ સીઝનના પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓને 1500 થી વધુ નોકરીઓ ઓફર કરી હતી. જેમાં કુલ 25 વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક પેકેજની ઓફર થઈ હતી.
ડેટા પર નજર કરીએ તો 2017 થી જોબ ઑફર્સની સંખ્યામાં વધઘટ જોવા મળી રહી છે. 2017માં લગભગ 1,114 જોબ ઑફર કરવામાં આવી હતી. જે 2018 અને 2019માં વધીને અનુક્રમે 1,112 અને 1,319 થઈ ગઈ હતી. તે પછી 2021માં તે વધીને 1,878 પર પહોંચી ગઈ છે અને 2022 પ્લેસમેન્ટ સીઝનના પ્રથમ તબક્કામાં 1500 સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યત્વે જે વધી રહ્યો છે તે સરેરાશ પગાર છે. 2017ની પ્લેસમેન્ટ સીઝનનો સરેરાશ પગાર 11.41 લાખ પ્રતિ વર્ષ (અંદાજે) હતો, જે પછી 2018માં વધીને રૂ. 18.5 લાખ પ્રતિ વાર્ષિક (અંદાજે) અને પછી 2019માં રૂ. 10.34 લાખ પ્રતિ વાર્ષિક (અંદાજે) થયો હતો.
આ પણ વાંચોઃ- ગુજરાતભરની સરકારી અને અનુદાનિત શાળાઓમાંથી ધોરણ 5 અને 6ના 65 ટકા વિદ્યાર્થીઓ પીપીપી મોડ સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં બેઠા
2020 માં વાર્ષિક 18.40 લાખ રૂપિયા (અંદાજે) સુધી થોડો ઘટાડો થયો હતો. જે કોવિડ રોગચાળાના પરિણામે હોઈ શકે છે. જો કે, IIT બોમ્બેમાં ફરીથી પેકેજમાં વધારો જોવા મળ્યો હતો. 2021માં વાર્ષિક રૂ. 22.7 લાખ (અંદાજે)ને સ્પર્શી હતી. 2022ની પ્લેસમેન્ટ સીઝન માટે સરેરાશ પગાર હજુ સુધી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.
પ્લેસમેન્ટ સીઝન 2022
આ વર્ષે 400 થી વધુ સંસ્થાઓ દ્વારા 1500 થી વધુ ઓફર કરવામાં આવી હતી. કુલ 25 વિદ્યાર્થીઓએ રૂ. 1 કરોડથી વધુના પેકેજ મેળવ્યા છે. વિશ્વભરમાં ચાલી રહેલી છટણી વચ્ચે 71 આંતરરાષ્ટ્રીય ઓફર કરવામાં આવી હતી. કુલ ઑફર્સમાંથી 1224 ઑફર્સ વિદ્યાર્થીઓ દ્વારા સ્વીકારવામાં આવી હતી., જેમાં 63 આંતરરાષ્ટ્રીય ઑફર્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- ભારતમાં સિક્યુરિટી ગાર્ડની નોકરીની વિપુલ તકો, એક જ વર્ષમાં માંગ ત્રણ ગણી વધી
ટોચની કંપનીઓએ લીધો ભાગ
આ પ્લેસમેન્ટ સીઝન દરમિયાન ટોચના રિક્રુટર્સ અમેરિકન એક્સપ્રેસ, TSMC, હોન્ડા જાપાન, મેકકિન્સે એન્ડ કંપની, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ, મોર્ગન સ્ટેનલી, સ્પ્રિંકલર, રિલાયન્સ, અદાણી અને ટાટા છે.