IOCL Apprentice Recruitment 2025, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓએલ) એ યુવાનો માટે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા સ્નાતક અને ટ્રેડ એપ્રેન્ટિસની 382 જગ્યાઓ માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ iocl.com ની મુલાકાત લેવી પડશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 24 જાન્યુઆરી 2025થી શરૂ થઈ ગઈ છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 છે. આ દિવસે સાંજે 5.00 વાગ્યા સુધી અરજી કરી શકશો.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીના સ્થળ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
કયા પદો પર કેટલી ખાલી જગ્યાઓ ખાલી
| ટેકનિશિયન એપ્રેન્ટિસ | 206 પોસ્ટ |
| ટ્રેડ એપ્રેન્ટિસ | 113 પોસ્ટ |
| ગ્રેજ્યુએટ્સ એપ્રેન્ટિસ | 63 પોસ્ટ |
યોગ્યતા
અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોની ઉંમર 31 જાન્યુઆરી 2025 ના રોજ ગણવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશનમાં યોગ્યતા અને શૈક્ષણિક લાયકાતની તપાસ કરો.
પગાર
આ ભરતીમાં પાસ થનાર ઉમેદવારોને યોગ્યતા પ્રમાણે પગાર આપવામાં આવશે. વધારે માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન કે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટમાં ભરતી, મહિને 80 હજાર રૂપિયા પગાર, કુલ જગ્યા સહિત જાણો બધી જ માહિતી
એપ્રેન્ટિસશિપ તાલીમનો સમયગાળો 12 મહિનાનો રહેશે
પસંદ કરેલા ઉમેદવારોની એપ્રેન્ટિસશિપ તાલીમનો સમયગાળો 12 મહિનાનો રહેશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા, ઉમેદવારોને પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, આસામ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં પોસ્ટિંગ કરવામાં આવશે.
આવી રીતે કરો અપ્લાય
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ iocl.com પર જાવ
- આ પછી હોમ પેજ પર આપેલ કારકિર્દીની લિંક પર ક્લિક કરો
- તે પછી ભરતી લિંક પર ક્લિક કરો
- ત્યારબાદ Click here for New Registration પર ક્લિક કર્યા પછી તમારી વિગતો ભરવાની રહેશે
- આ પછી તમારે અરજી ફોર્મ ભરવું પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
- ત્યારબાદ અરજી ફોર્મ સબમિટ કરવું પડશે.
- હવે એપ્લિકેશન ફોર્મને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.





