છેલ્લા ઘણા વર્ષોથી ઈન્ટર્નશીપ કરવાનું વલણ વધ્યું છે. બધા જ ક્ષેત્રમાં જોબ પહેલા પેઇડ કે અનપેઇડ ઈન્ટર્નશીપ (ઈન્ટર્નશીપ સર્ટીફીકેટ) કરવી ખુબજ જરૂરી છે. તેનાથી કરિયરની સાચી દિશા શોધવામાં મદદ મળે છે. ઈન્ટર્નશીપથી ઓફિસ ક્લચર વિષે શીખવાની અને જાણવા મળે છે, જેનાથી કરિયર ગ્રોથ પણ મળે છે.
તમે ઇચ્છોતો તો વિન્ટર કે સમર વૅકેશનના બ્રેકમાં ઇન્ટર્નશિપ કરી શકો છો. તમે અભ્યાસ પૂરો થઇ ગયા પછી પણ ઇન્ટર્નશીપ માટે એપ્લાય કરી શકો છો, પરંતુ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે આ થોડા મહિના તમારા કરિયર માટે ખુબજ અગત્યના હોય છે. જાણો કેટલીક એવી ભૂલો કે એનાથી ઈન્ટર્નશીપ દરમિયાન તમારે બચવાની જરૂર છે.
1.ડ્રેસ અપની ઢબ
કપડાથી કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટીને જજ કરવું ખુબજ સરળ છે. ઇન્ટર્નશીપ દરમિયાન ઓફીસમાં હંમેશા સાદા અને ફોર્મલ ડ્રેસ પહેરવા જોઈએ સાથે ફોર્મલ બુટ પેરવા જોઈએ. એનાથી એક પ્રોફેશનલ લૂક નિખરી આવે છે. એના સિવાય તમે કુર્તી જીન્સ પણ પેહરી ઓફીસ જઈ શકો છો. ઓફિસમાં કદી કેઝ્યુઅલ કે રિવીલિંગ ડ્રેસ પહેરવા ના જોઈએ.
2.પ્રેશર અથવા પેનીક હેઠળ કામ કરવાનું ટાળવું
ઇન્ટર્નશીપમાં ઘણા ટાસ્ક મળતા હોઈ છે. આ ટાસ્ક ગમે તેટલા બોરિંગ હોય પણ તેને સારી રીતે પૂરું કરવો એ ઈન્ટર્નનું કામ છે. આ દરમિયાન જરાય પેનિક થયા વગર તમારા સીનીયર પાસેથી કામ અંગે સલાહ લો. પ્રયત્ન કરો કે ઇન્ટર્નશીપમાં જેટલું બને એટલું બધુજ ઓફિસમાં શીખી લેવું. તેનાથી વર્ક કવોલિટી ડેવલપ થાય છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી, જગ્યા, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી
3.ફીડબેક ના લેવાની આદત
ઓફિસમાં કોઈ પણ ટાસ્ક પૂરો કર્યા પછી આપણા ટીમ લીડર કે કોઓર્ડીનેટર પાસેથી કામનું ફીડબેક જરૂરથી લેવું જોઈએ એનાથી તમને એ ખબર પડે છે કે તમારા કામમાં કેટલું ઈમ્પ્રુવમેન્ટ આવે છે અને આગળ તમે શેમાં સારું કરી શકો છો તે તમને ખબર પડે છે.
આ પણ વાંચોઃ- ITI પાસ વિદ્યાર્થીઓને IRCTC માં નોકરી મેળવવાની સુવર્ણતક, ફટાફટ કરો અરજી
4.ઓફિસ કલ્ચરને અવગણવું
બધી ઓફિસનું વર્ક કલ્ચર અલગ અલગ હોઈ છે. કોઈ પણ કંપનીમાં ઇન્ટર્નશીપ કરતી વખતે તે કંપનીનું વર્ક કલ્ચર જાણવાનો પ્રયત્ન કરો અને તે અનુસાર કામ કરવાનું રાખો. ઓફીસમાં થતી દરેક એકટીવીટીમાં પાર્ટ લો. એવું કરવાથી કોન્ફિડેન્સ સાથે વ્યવહારમાં પોઝિટિવિટી આવે છે.