જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 44 જગ્યાઓ પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

JMC Recruitment 2024, જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી : નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 44 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. અહીં વાંચો સંપૂર્ણ માહિતી.

Written by Ankit Patel
March 15, 2024 12:05 IST
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 44 જગ્યાઓ પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, photo - Social media

JMC Recruitment 2024, જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી : જૂનાગઢમાં રહેતા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 44 જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સંસ્થાએ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કેમિસ્ટ અને અન્ય પોસ્ટની જગ્યાઓ ભરવાની છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 3 એપ્રિલ 2024 છેલ્લી તારીખ સુધી અરજી કરવાની રહેશે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કેમિસ્ટ સહિતની જગ્યાઓ માટેની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીની મહત્વી માહિતી

સંસ્થાજૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટજુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કેમિસ્ટ .. વિવિધ પોસ્ટ
કુલ જગ્યા44
નોકરીનો પ્રકારવર્ગ -3
નોકરી સ્થળજૂનાગઢ
અરજી કરવાની છેલ્લી તારીખ3 એપ્રિલ 2024
ક્યાં અરજી કરવીhttps://apply.registernow.in/JUMC24/Phase3/

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીની વિવિધ પોસ્ટની વિગતો

પોસ્ટખાલી જગ્યા
ઓફિસ અધિક્ષક03
આસી. કાનૂની અધિકારી અને શ્રમ અધિકારી02
સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ02
સબ એકાઉન્ટન્ટ (ખજાનચી)04
રસાયણશાસ્ત્રી02
વરિષ્ઠ કારકુન09
જુનિયર કારકુન22

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી નોટિફિકેશ

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચોઃ- ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી, સિવિલ એન્જીનિયર યુવકો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો વિગતો

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીની વિવિધ પોસ્ટ માટે લાયકાત

ઓફિસ અધિક્ષક માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 5 સ્કેલ પ્રમાણે ₹ 29,200 – ₹ 92,300
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

નોટિફિકેશન

આસી. કાનૂની અધિકારી અને શ્રમ અધિકારી માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ અને એલ.એલ.બી. કરેલું હોવું જોઈએ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 35,400 – ₹ 1,12,400
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

નોટિફિકેશન

સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ પર્યાવરણ એન્જીનિયરના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 35,400 – ₹ 1,12,400
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

નોટિફિકેશન

સબ એકાઉન્ટન્ટ (ખજાનચી) માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના બી.કોમ. વિદ્યાશાખાના સ્નાતક
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

નોટિફિકેશન

કેમિસ્ટ માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાં બી.એસ.સી. (કેમેસ્ટ્રી) અથવા તેને સમકક્ષ અભ્યાસ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

નોટિફિકેશન

સિનીયર ક્લાર્ક માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે,ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

નોટિફિકેશન

જુનિયર ક્લાર્ક માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 2 સ્કેલ પ્રમાણે ₹ 19,900 – ₹ 63,200
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસમાં નોકરીની તક : 12 પાસ યુવાઓ પણ અરજી કરી શકશે, જાણો લાયકાત, છેલ્લી તારીખ સહિત તમામ વિગત

કેવી રીતે અરજી કરવી ?

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
  • નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો @www.junagadhmunicipal.org.
  • તે પછી “JMC ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
  • સૂચનાને ધ્યાનથી વાંચો અને તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ