કઠલાલ નગરપાલિકા ભરતી : ખેડા જિલ્લામાં ₹ 30,000 વાળી નોકરી મેળવવાની સારી તક, વાંચો બધી માહિતી

Kathlal nagarpalika recruitment : ખેડા જિલ્લામાં આવેલી કઠલાલ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે.

Written by Ankit Patel
October 12, 2024 12:03 IST
કઠલાલ નગરપાલિકા ભરતી : ખેડા જિલ્લામાં ₹ 30,000 વાળી નોકરી મેળવવાની સારી તક, વાંચો બધી માહિતી
કઠલાલ નગરપાલિકા ભરતી, સીટી મેનેજ - photo- facebook

Kathlal Nagarpalika recruitment, કઠલાલ નગરપાલિકા ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ખેડા જિલ્લામાં આવેલી કઠલાલ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવા માટે કઠલાલ નગરપાલિકા કચેરીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

કઠલાલ નગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

કઠલાલ નગરપાલિકા ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થા કઠલાલ નગરપાલિકા કચેરીપોસ્ટ સીટી મેજનર (SWM)જગ્યા 01નોકરીનો પ્રકાર કરાર આધારિતએપ્લિકેશન મોડ ઓફલાઈનપગાર ₹30,000અરજી કરવાની તારીખ 16-10-2024

કઠલાલ નગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

સચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત કઠલાલ નગરપાલિકામાં નચી મુજબની 11 માસ કરાર આધારિત સીટી મેનેજરની જગ્યા ભરવાની છે. આ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

કઠલાલ નગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

સીટી મેનેજર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ B.E/B.Tech- Enviroment, B.E/B.Tech- Civil, M.E/M.Tech Enviroment, M.E/M.Tech Civil પાસ કરેલું હોવું જોઈએ.

અનુભવ – ડીગ્રી મળ્યા પછી સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગાર ધોરણ

11 માસના કરાર આધારિત સીટી મેનેજરની પોસ્ટ પર પસંદ થયેલા ઉમેદવારને ₹ 30,000 માસિક ફિક્સ વેતન આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સીટી મેનેજરની જગ્યા કઠલાલ નગરપાલિકામાં ભરવાની થતી હોય રસ ધરાવનાર ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો તેમજ અનુભવ અંગેના આધાર પુરાવા સાથે અરજી ફક્ટ R.P.A.D/Speed Post ધ્વારા કઠલાલ નગરપાલિકા કરચેરીમાં કરવાની રહેશે
  • કવર ઉપર સીટી મેનેજર એસડબલ્યુએમ જગ્યા માટેની અરજી લખવું ફરજિયાત છે

પસંદગી પ્રક્રિયા

આવેલી અરજીઓ પરત્વે જરૂરી જણાયે મેરીટના ક્રમ અનુસાર મર્યાદિત 11 માસનો કરાર પૂર્ણ થયેથી ગુજરાત સરાકાર સુચના આપે તો જ ફરીથી કાયદા નિયમાનુસારની પ્રક્રિયા કરી બીજા 11 માસ માટે કરાર આધારીત નિમણૂક આપવાની રહેશે.નિમણૂંક બાબતનો અબાધિત અધિકાર ચીફ ઓફીસર કઠલાલ નગરપાલિકાનો રહેશે.

અરજી કરવાનું સરનામું

ચીફ ઓફિસર,કઠલાલ નગરપાલિકાકાપડબજારમું.પો. કઠલાલજિલ્લો – ખેડાપીન – 387630

ભરતીની જાહેરાત

આ પણ વાંચોઃ- અરવલ્લી જિલ્લામાં નોકરી મેળવવાની સારી તક, લાયકાત, પગાર સહિતની બધી માહિતી અહીં વાંચો

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સમય મર્યાદા બહાર કે અધુરી વિગત દર્શાવતી તેમજ જાહેરાતની પ્રસિદ્ધી અગાઉ અથવા સમયમર્યાદા બાદમાં આવેલી અરજીઓ રદ બાતલ ગણવામાંઆવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ