scorecardresearch

કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટેની તારીખ જાહેર, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

KV Admission : કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ-1માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછા 6 વર્ષ હોવી જરૂરી.

Kendriya Vidyalaya Admission
કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટેની તારીખ જાહેર

કેન્દ્રીય વિદ્યાલયોમાં ધોરણ 1માં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થવાની છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને મંગળવાર, 21 માર્ચ, 2023ના રોજ એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માટેની સૂચના જારી કરી છે. તમે કેન્દ્રીય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ kvsonlineadmission.kvs.gov.in પર રજિસ્ટ્રેશન કરીને એડમિશન માટે અરજી કરી શકો છો. ઉપરાંત તમે કેન્દ્રીય વિદ્યાલયની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ એપ્લીકેશન એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે ક્યારે અરજી શરૂ થશે

કેન્દ્રીય વિદ્યાલયોમાં એડમિશન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 27 માર્ચ, 2023ના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ થશે. અરજકર્તા 17 એપ્રિલ, 2023ના રોજ સાંજે 7 વાગ્યા અરજી કરી શકે છે. જે માતાપિતા તેમના બાળકને ધોરણ 1માં પ્રવેશ અપાવવા માંગે છે તેની 31મી માર્ચના રોજ લઘુત્તમ વય 6 વર્ષ હોવી જોઈએ. 20મી એપ્રિલના રોજ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ અને વેઇટિંગ લિસ્ટની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે અને 21મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જો પ્રથમ યાદી બાદ બેઠકો ખાલી રહેશે તો બીજી યાદી 28 એપ્રિલ અને ત્રીજી યાદી 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ધોરણ – 2માં એડમિશન માટેની અરજી કેવી રીતે કરવી

કેન્દ્રીય વિદ્યાલયોમાં ધોરણ 2 અને તેથી ઉપરના ધોરણમાં એડમિશન મેળવવા માટે 3 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને 12 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યા સુધી અરજી કરી શકાશે. ઉમેદવારોએ અરજીપત્રક ભરીને સંબંધિત કેન્દ્રીય વિદ્યાલયની આચાર્યની ઑફિસમાં સબમિટ કરવાનું રહેશે. ધોરણ – 2 અને તેથી ઉપરના ધોરણે માટે રજિસ્ટ્રેશન ત્યારે જ સ્વીકારવામાં આવશે જો સંબંધિત કેન્દ્રીય વિદ્યાલયોમાં બેઠકો ખાલી હશે.

Kendriya Vidyalaya Admission
કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટેની તારીખ જાહેર

કોણ પણ ધોરણમાં બેઠકોની ઉપલબ્ધતાની યાદી ધોરણ-2થી ઉપર (ધોરણ 11બાદ કરતા)ની માટે રજિસ્ટ્રેશન 3 એપ્રિલથી 12 એપ્રિલ સુધી હશે. ધોરણ 2 અને અન્ય ધોરણોની યાદીની ઘોષણા 17 એપ્રિલના રોજ કરવામાં આવશે. ધોરણ 2 અને તેની ઉપરના ધોરણો માટે પ્રવેશ પ્રક્રિયા 18થી 29 એપ્રિલ સુધી ચાલશે. ધોરણ 11ને બાદ કરતા તમામ ધોરણોમાં એડમિશન માટેની છેલ્લી તારીખ છ જૂન રહેશે.

ધોરણ 11માં ક્યારે પ્રવેશ શરૂ થશે

ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10નું પરિણામ જાહેર થયાના 10 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ધોરણ 10નું પરિણામ જાહેર થયાના 20 દિવસમાં એડમિશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. ધોરણ 11માં પ્રવેશ માટેની છેલ્લી તારીખ ધોરણ 10નું પરિણામ જાહેર થયાના 30 દિવસ પછી રહેશે.

Web Title: Kv admissions online guidelines khow all details here

Best of Express