Mehsana bharti 2025, મહેસાણા ભરતી 2025 : મહેસાણામાં સારા પગારની નોકરી શોધી રહેલા લોકો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન સાયન્સ કોલેજ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. હેડ ક્લાર્કથી લઈને ઈલેક્ટ્રીશીયન વિવિધ પોસ્ટની કુલ 7 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
મહેસાણા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપી છે.
મહેસાણા ભરતી 2025ની મહત્વની માહિતી
| સંસ્થા | સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ |
| સ્થળ | મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણા |
| પોસ્ટ | હેડ ક્લાર્ક, સ્ટોર કિપર, લેબોરેટરી આસીસ્ટન્ટ, ઈલેક્ટ્રીશીયન |
| જગ્યા | 7 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| ભરતી જાહેર થયાની તારીખ | 30 ઓક્ટોબર 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર |
| અરજી ક્યાં મોકલવી | સરનામું નીચે આપેલું છે |
મહેસાણા કોલેજ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| હેડ ક્લાર્ક | 1 |
| સ્ટોર કિપર | 1 |
| લેબોરેટરી આસીસ્ટન્ટ | 4 |
| ઈલેક્ટ્રીશીયન | 1 |
| કુલ | 7 |
Jobs in Mehsana માટે શૈક્ષણિક લાયકાત
- હેડ ક્લાર્ક- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખાની સ્નાતકની ડિગ્રી, તથા કમ્પ્યુટરની જાણકારી
- સ્ટોર કિપર- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રની સ્નાતક ડિગ્રી, કમપ્્યુટરની જાણકારી
- લેબોરેટરી આસીસ્ટન્ટ – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, હોમ સાયન્સ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી
- ઈલેક્ટ્રીશીયન- ITI – ઈલેક્ટ્રીશિયન, વાયરમેન ટ્રેડ અથવા ડિપ્લોમા ઈન ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ
વય મર્યાદા
| પોસ્ટ | વય મર્યાદા |
| હેડ ક્લાર્ક | 20થી 35 વર્ષ |
| સ્ટોર કિપર | 35 વર્ષ |
| લેબોરેટરી આસીસ્ટન્ટ | 35 વર્ષ |
| ઈલેક્ટ્રીશીયન | 35 વર્ષ |
પગાર ધોરણ
- સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આપેલી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા નિયમાનુસાર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
- પસંદ પામેલા ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
- યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://www.masc.org.in/ વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- અરજીમાં માંગેલી વિગતો ચોકસાઈથી પરવી.
- ત્યારબાદ એલ.સી, ગુણપત્રકો, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અનુભવના પ્રમાણપત્રો, લાગુ પડતી જાતિનું પ્રમાણપત્ર, જરૂરી તમામ પ્રમાણપત્રો વગેરેની પ્રમાણિત નકલો અરજી સાથે જોડવી
- આ ઉપરાંત પ્રિન્સિપલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજના નામનો નોન-રીફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવો
- તમામ દસ્તાવેજો 9×4 ના કવરમાં ₹67 ની પોસ્ટની ટિકિટ ચોંટાડીને નીચે આપેલા સરનામા પર મોકલી આપવું
- કવર પર પોસ્ટનું નામ લખવું ભુલવું નહીં
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત
અરજી મોકલવાનું સરનામું
આચાર્ય, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, નાગલપુર હાઈવે, મહેસાણા- 384002
Read More





