મહેસાણામાં ભરતી : મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

mehsana college recruitment : મહેસાણામાં ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
April 17, 2025 11:29 IST
મહેસાણામાં ભરતી : મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
મહેસાણા કોલેજ ભરતી - photo- MASC

mehsana college recruitment, મહેસાણા કોલેજ ભરતી : મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહેસાણામાં જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. મહેસાણાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

મહેસાણા કોલેજ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

મહેસાણામાં ભરતીની મહત્વની વિગતો

સંસ્થામ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ
પોસ્ટલેબોરેટરી આસિસ્ટન્ટ
જગ્યાએક
વયમર્યાદા20થી 35
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાના 15 દિવસની અંદર
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

પોસ્ટની વિગત

સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ મહેસાણા સંચાલિત મ્યુનિસિલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણામાં લેબોરેટરી આસિસ્ટન્ટની એક જગ્યા ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

શૈક્ષણિક લાયકાત

  • હેમ.યુનિના 0144 મુજબની રસાયણશાસ્ત્ર-ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર પૈકી ગમે તે એકમાં બી.એસ.સી. સ્નાતક ડીગ્રી
  • ગુજરાત રાજ્ય સરકારની માન્ય સંસ્થાની કમ્પ્યુટરની પરીક્ષા પાસ

વય મર્યાદા

મહેસાણામાં ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે અથવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમાનુસાર હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પસ્ટ ઉપર નિમણૂક પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચુકવવામાં આવશે. ત્યારબાદ સમીક્ષા કાર્ય પક્ષી નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે.

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અરજી સાથે જોડવાની રહેશે.
  • અરજી સાથે પોતાના સરનામાવાળું 9×4 નું કવર જોડવાનું રહેશે.
  • અરજી આચાર્ચશ્રી, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, નાગરપુર હાઈવે, મહેસાણા -384002 પર રજિસ્ટર પોસ્ટ એડી મોકલવી.

અરજી કરવાની છેલ્લી તારીખ

ઉમેદવારોએ ભરતી પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર અરજી મોકલવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીની જાહેરાત સમાચાર પત્રમાં તારીખ 17 એપ્રિલ 2025ના રોજ પ્રસિદ્ધ થઈ છે.

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત

ખાસ નોંધ

અગાઉની લેબોરેટરી આસિસ્ટન્ટની જાહેરાત સંદર્ભે ઉમેદારોએ કરેલી અરજી માન્ય રાખવામાં આવશે. જેથી તેવા ઉમેદવારોએ ફરી અરજી કરવાની રહેતી નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ