મહેસાણાઃ મહેસાણા જિલ્લાના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ – મહેસાણા હાઇવે ઉપર આવેલા બોરિયાવી ગામમાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત ભારતની પહેલી સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
DURDA કરશે સ્કૂલનું સંચાલન
મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામમાં બનનારી સૈનિક સ્કૂલનું સંચાલન દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએશન દ્વારા કરવામાં આવશે. આમ આ સ્કૂલ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પહેલી સૈનિક સ્કૂલ બનશે.
75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં નિર્માણ થશે
મળતી માહિતી પ્રમાણે શ્રી મોતીભાઈ ર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી 11 કી.મી દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે. દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (DURDA) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય દ્વારા તા. 2 ઓગસ્ટ, 2022નાં રોજ સૈનિક સ્કૂલ માટે મંજૂરી આપવામાં આવી હતી.
સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2023-24 નાં એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે. જેમાં 10 ટકા છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 4 જુલાઇ: અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
ક્યાં બનશે સહકારી સંસ્થા સંચાલિત દેશની પહેલી સૈનિક સ્કૂલ?
શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલના લોકેસનની વાત કરીએ તો આ સ્કૂલ અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર બનશે. અમદાવાદ મહેસાણા હાઇવે પર મહેસાણા શહેર તરફ જતાં મેવડ ગામ પાસે આવેલા ટોલ ટેક્સ નજીક 2-3 કિલોમિટરના અંતરે બોરિયાવી ગામ આવેલું છે. બોરિયાવી ગામમાં હાઈવે નજીકનું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતાથી મળી જશે.





