કોરોના વાયરસની મહામારી વચ્ચે હલે લોકોમાં ઓનલાઈનનો ક્રેઝ વધી ગયો છે. કોરોનાના કપરા કાળમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરતા શિખી ગયા છે. ત્યારે હવે ઓનલાઈન અભ્યાસ કરી શકાય એવા અનેક કોર્સો પણ ઉપલબ્ધ છે. જોકે, બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) અને બેચલર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (BCA) બંને હોટ ફેવરીટ ઓનલાઈન કોર્સ બન્યા છે.
યુજીસીના અધ્યક્ષ એમ જગદીશકુમારે રજૂ કરેલી માહિતી પ્રમાણે આ બંને કોર્સમાં રજીસ્ટ્રેશન રકનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કુલ 13,764 વિદ્યાર્થીઓએ BBA કોર્સ માટે નોંધણી કરી હતી જ્યારે 5,166 વિદ્યાર્થીઓ BCA અને 4,028 વિદ્યાર્થીઓએ બેચલર ઓફ આર્ટસ માટે નોંધણી કરી હતી.
દરમિયાન, અનુસ્નાતક અભ્યાસક્રમો માટે, માસ્ટર્સ ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) એ કોર્સમાં નોંધાયેલા 28,956 વિદ્યાર્થીઓ સાથે સૌથી વધુ પસંદગીનો ઓનલાઈન પ્રોગ્રામ છે. માસ્ટર્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં કુલ 5,430 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ત્યારબાદ માસ્ટર્સ ઓફ કોમર્સમાં 3300 વિદ્યાર્થીઓ નોંધાયા છે. નોંધણી ડેટામાં ભારત અને વિદેશ બંનેના અરજદારોનો સમાવેશ થાય છે.
2020-21 થી 2021-22 સુધીમાં ઓનલાઈન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2020-21માં, કુલ 25,905 વિદ્યાર્થીઓએ ઓનલાઈન કાર્યક્રમો માટે નોંધણી કરાવી હતી જે 2021-22માં લગભગ ત્રણ ગણી વધીને 72,400 નોંધણી થઈ હતી.
“ઓનલાઈન પ્રોગ્રામ્સ એવા ઘણા વિદ્યાર્થીઓને તક આપે છે જેઓ કોલેજ અથવા યુનિવર્સિટીમાં શારીરિક રીતે જોડાઈ શકતા નથી. ઓનલાઈન કાર્યક્રમોમાં નોંધણીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, અમે લવચીક ઓનલાઈન એજ્યુકેશન રેગ્યુલેશન્સ સાથે નેશનલ ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત કરીએ ત્યારે આમાં વધુ વધારો થશે,” UGC ચાઈમને ટ્વીટ કર્યું.