Pallavi Smart : મુંબઇની એક ચાલીમાં રહેતા મયુર હેલિયા દરરોજ રાત્રે 10 વાગ્યે પોતાના સહિયોગી સાથે કચરાની ટ્રકમાં કચરો ઉઠાવવાનું કામ કરે છે. બૃહદમુંબઇ નગર નિગમમાં એક મોટર લોડર (વાનમાં કચરો નાંખનાર વ્યક્તિ) તરીકે કામ કરવા દરમિયાન હેલિયાએ ગત વર્ષ 12 વર્ષોમાં આજ કામ કર્યું છે. જોકે, આગામી મહિને મયુર હેલિયા પોતાના દિનચર્યા કરતા અલગ જ કામ કરવા જઇ રહ્યા છે. કારણ કે તે સ્વચ્છતા શ્રમઃ એતિહાસિક વિરાસત અને સ્થાનાંતરણ વાસ્તવિક્તાઓ નામના એક પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે પીએચડી સ્કોલરશિપ સાથે યુનાઇટેડ કિંગડમની લેકેસ્ટર વિશ્વવિદ્યાલય જશે. ગત મહિને તેમણે બીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું.
પિતાના મોત બાદ મળી નોકરી, ભાઈ બહેનોમાં સૌથી મોટો
જ્યારે મયુર હેલિયા 18 વર્ષના હતા ત્યારે તેમના પિતા બીએમસીના સ્વચ્ચતા વિભાગમાં મોટર લોડરના રૂપમાં કામ કરતા હતા. એક લાંબી બિમારીના કારણે તેમનું મૃત્યું થયું હતું. તેમને ત્રણ ભાઇ બહેન છે જેમાં તેઓ સૌથી મોટા છે. મોટા હોવાના કારણે પોતાની કલ્પના કરતા પણ વધારે જવાબદારીઓ આવી પડી હતી.
2010માં જ્યારે પિતના મોત બાદ તેમને અનુકંપાના આધારે નોકરી મળી હતી. ત્યારે હેલિયાએ વિચાર્યું ન્હોતું કે બોરીવલી પશ્ચિમની પદ્માબાઇ ચાલના કમરા નંબર 5થી આગળ જઇ શકશે. જ્યાં તેઓ પોતાની માતા, નાના ભાઈ બહેન સાથે રહેતા હતા. પોતાની ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા બાદ તેઓ પોતાને વધારે તક આપી શક્યા ન્હોતા. પરંતુ કામ ઉપર પોતાનો પહેલો દિવસ મયુર હેલિયા માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.
મયુર હેલિયાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે “આ એક ભાવનાત્મક શરુઆત હતી. મારે એવા વિસ્તારમાંથી કચરો ઉઠાવવો પડતો હતો જ્યાં ચિકન અને મટનની દુકાન હતી. જોકે, હું આ કામમાં નવો હતો એટલા માટે કોઇ જ કચરો ઉઠાવવા અને અન્ય કોઇ ટીપમાં કુશળ ન્હોતો.માટે થોડા સમયમાં મારા કપડા લોહી અને પ્રાણીઓના મળથી ખરડાઇ જતાં હતા.પરંતુ હું એક વાત તો ચોક્કસ પણે જાણતો હતો કે આ એ કામ નથી જે મારે આગળ પણ ચલાવી રાખવાનું છે અને હું કરવા માંગું છું.ત્યાર બાદ તેમણે 2012માં ધોરણ 12 પરીક્ષા આપી જેમાં તેઓ પાસ થયા હતા.”
ત્યારબાદ હેલિયાએ પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં એડમિશન લીધું હતું. બોક્સિંગ પ્રત્યે જુસ્સાદાર અને રાજ્ય કક્ષાએ એક સહિત શાળામાં કેટલીક ટ્રોફી જીત્યા હતા. હેલિયાને વિલ્સન કૉલેજમાં કેટલીક કૉલેજ બોક્સિંગ રિંગ્સ માટે સ્થાન આપવામાં રોમાંચિત હતો.
રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કચરો ઉઠાવવાનું કામ કરતો
તેણે વધુમાં જણાવ્યું હતું કે “રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીની મારી નાઈટ શિફ્ટ પછી હું સ્ટોલ પરથી સાંભાર સાથે સમોસા ખાતો અને વિલ્સન કૉલેજમાં સવારના લેક્ચરમાં હાજરી આપતો હતો. બપોરે વર્ગો પૂરા થયા પછી હું લંચ માટે ઘરે જતો અને મારી ઊંઘ પુરી કરતો હતો. ત્યારબાદ હું સાંજે બોક્સિંગ પ્રેક્ટિસ માટે કૉલેજમાં પાછો આવતો અને બાંદ્રા રેલ્વે સ્ટેશનની બહાર 4-5 બાફેલા ઈંડા ખાતો હતો. પછી ફરજ માટે લોડર ચોકી પર જતો.”
વિલ્સનમાં જ હેલિયાએ સૌપ્રથમ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ વિશે સાંભળ્યું – “એક સહાધ્યાયી પાસેથી જે TISS પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો”. તે કહે છે કે ત્યાં સુધીમાં તેણે એવો રસ્તો શોધવાનો સંકલ્પ કરી લીધો હતો જે તેને તેનું જીવન “સન્માન” સાથે જીવવામાં મદદ કરશે.
હેલિયાએ ટૂંક સમયમાં TISS ખાતે દલિત અને આદિજાતિ અભ્યાસમાં સામાજિક કાર્યમાં માસ્ટર ઓફ આર્ટસ માટે પ્રવેશ મેળવ્યો હતો. તે કહે છે કે TISS માં તેમના રોકાણ દરમિયાન તેમના BMC સાથીદાર, કચરો ટ્રક ડ્રાઈવર, તેમને દરરોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ TISS કેમ્પસમાં મૂકવા જતા હતા. “હું એક મિત્રના હોસ્ટેલના રૂમમાં સૂવાનો પ્રયત્ન કરતો અને વર્ગો માટે તૈયાર થવા માટે સમયસર જાગી જતો. હું ભાગ્યે જ ઘરે ગયો કારણ કે હું મુસાફરીમાં સમય બગાડવા માંહતો ન્હોતો.”
2017 માં તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, હેલિયાએ TISSમાંથી એમ.ફિલ કર્યું
ડો. શૈલેષકુમાર દારોકર ટીઆઈએસએસના એસોસિયેટ પ્રોફેસર જેમના માર્ગદર્શન હેઠળ મયુરે એમ.ફિલ પૂર્ણ કર્યું હતું. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે “મયુર હેલિયાની પૃષ્ઠભૂમિ અને કારકિર્દીનો માર્ગ શોધવાની તેમની ઝુંબેશ સ્વચ્છતા કાર્યકર ઉદય કરતા સંપૂર્ણપણે અલગ છે. તેમની આ યાત્રા પ્રેરણાદાયક છે. જ્યારે તેનો નિશ્ચય ચોક્કસપણે પ્રશંસનીય છે. તેનો ઉદય તેના સમુદાયના અન્ય ઘણા લોકોને પ્રેરણા આપશે. જેઓ હવે તેમની ફસાયેલી માળખાકીય વાસ્તવિકતામાંથી બહાર આવવાની ઇચ્છા રાખશે.
તેનો પુત્ર આવતા મહિનાની શરૂઆતમાં ઘર છોડવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે હેલિયાની 55 વર્ષીય માતા શાંતા હેલિયા કહે છે, “મેં માત્ર ધોરણ 7 સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ મેં હંમેશા મારા બાળકો માટે સારા શિક્ષણનો આગ્રહ રાખ્યો છે. કારણ કે તે વધુ સારું જીવન જીવવાનો એકમાત્ર રસ્તો છે. મને તે સમય યાદ છે જ્યારે મારો પરિવાર મારા બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દાખલ કરવાના નિર્ણયની વિરુદ્ધ હતો. આજે, તેઓ પોતાને અમારી સાથે જોડવામાં ગર્વ અનુભવે છે.”