નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી, અમદાવાદમાં વિવિધ પોસ્ટ પર બમ્પર નોકરી, લાખો રૂપિયા સુધીનો પગાર, વાંચો બધી માહિતી

Ahmedabad Recruitment : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ પર ભરતીનું નોટિફિકેસન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
December 02, 2024 11:49 IST
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી, અમદાવાદમાં વિવિધ પોસ્ટ પર બમ્પર નોકરી, લાખો રૂપિયા સુધીનો પગાર, વાંચો બધી માહિતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી - photo - facebook

Ahmedabad Recruitment, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ પર ભરતીનું નોટિફિકેસન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ
પોસ્ટનાયબ શાસનાધિકારીથી લઈને જુનિયર ક્લાર્ક સુધી
જગ્યા48
વય મર્યાદા20થી 40 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ20-12-2024
ક્યાં અરજી કરવી?https://www.amcschoolboard.org/

અમદાવાદ ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
નાયબ શાસનાધિકારી1
અધ્યાપક-નૂતન તાલીમ વિભાગ1
સુપરવાઈઝર-સિગ્નલ સ્કૂલ2
ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર10
જુનિયર ક્લાર્ક34

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
નાયબ શાસનાધિકારીકોઈપણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક
અધ્યાપક-નૂતન તાલીમ વિભાગકોઈપણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક
સુપરવાઈઝર-સિગ્નલ સ્કૂલકોઈપણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક તથા પી.ટી.સી, કોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલા સ્નાતક
ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝરકોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક તથા તાલીમી સ્નાતક
જુનિયર ક્લાર્કકોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક

અનુભવ

નાયબ શાસનાધિકારી – તાલીમી સ્નાતકની માર્કશીટ ઈસ્યુ કર્યા તારીખથી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક-મદદનીશ શાસનાધિકારી-ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર- પ્રાથમિક ટ્રેઈન્ડ સુપરવાઈઝર અથવા પ્રાથમિક-માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ નિરીક્ષક તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઈએ.

અધ્યાપક, નૂતન તાલીમ વિભાગ – તાલીમી સ્નાતકની માર્કશીટ ઈસ્યુ કર્યા તારીખથી ઓછામાં ઓછો 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ.

સુપરવાઈઝર,સિગ્નલ સ્કૂલ – પી.ટી.સી.ની – તાલીમી સ્નાતકની માર્કશીટ ઈસ્યૂ કર્યા તારીખથી ઓછામાં ઓછા 2 વર્ષનો સરકારી-અર્ધ સરકારી-શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સેવાભાવી સંસ્થાનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઈએ.

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર – તાલીમી સ્નાતકની માર્કશીટ ઈસ્યુ કર્યા તારીખથી ઓછામાં ઓછા 2 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ

જુનિયર ક્લાર્ક – જાહેરાતમાં અનુભવ માંગવામાં આવ્યો નથી.

વયમર્યાદા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ભરતી માટે વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી હોવી જોઈએ.

અરજી ફી

આ ભરતી માટે અરજી ફીની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹ 500 ચૂકવવ પડશે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹ 250 ફી ચૂકવવી પડશે.

અરજી પ્રક્રિયા:

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી માટે અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://www.amcschoolboard.org/ ઉપર જવું
  • આ વેબસાઈટ પર ગયા પછી “ઓનલાઇન એપ્લિકેશન” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં માંગવામાં આવેલી જરૂરત મુજબ માહિતી ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી અરજી સબમીટ કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો

નોટિફિકેશન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- અમદાવાદ મહાનગરપાલિકા ભરતીઃ ધો.10 પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં તગડા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક

ઉમેદવારોને સૂચન છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ