NASA layoff JPL: શું નાસામાં પણ નોકરી સુરક્ષિત નથી? નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (નાસા જેપીએલ) એ 530 કર્મચારીઓ એટલે કે લગભગ 8 ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. વર્ષ 2024ના બજેટને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા અને બજેટમાં થયેલા ઘટાડોને તેનું કારણ જણાવવામાં આવ્યું છે. એક નિવેદનમાં જણાવાયું છે કે માર્સ સેમ્પલ રિટર્ન (MSR) માટે ખર્ચમાં કાપ અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોને કારણે લગભગ 530 કર્મચારીઓ અને 40 કોન્ટ્રાક્ટરોને છૂટા કરવામાં આવશે.
નોંધનીય છે કે વર્ષ 2030 સુધીમાં નાસાએ મંગળ પરથી તે સેમ્પલ પૃથ્વી પર લાવવાની યોજના બનાવી છે, જે હાલમાં લાલ ગ્રહ પર એકત્રિત કરવામાં આવી રહ્યા છે. નાસા જેપીએલનું કહેવું છે કે અમારે છટણીનો મુશ્કેલ નિર્ણય લેવો પડશે કારણ કે અમને નાસા તરફથી ઓછું બજેટ મળ્યું છે અને આગામી બજેટ અંગે અનિશ્ચિતતા છે.
નાસા છટણી : જેપીએલે ગયા મહિને જ 100 કોન્ટ્રાક્ટરોને કાઢી મૂક્યા હતા
નાસા જેપીએલે ગયા મહિને જ 100 કોન્ટ્રાક્ટરોને કાઢી મૂક્યા હતા. તેમાંથી ઘણા માર્સ સેમ્પલ રિટર્ન (MSR) પર કામ કરી રહ્યા હતા. જેપીએલના ડિરેક્ટર લૌરી લેશિને ગયા મહિને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે કર્મચારીઓને છટણીની શક્યતા વિશે અગાઉથી જાણ કરી હતી.

નાસા છટણી : નવી ભરતી પર પ્રતિબંધ
6 ફેબ્રુઆરીએ JPL સ્ટાફને આપવામાં આવેલા મેમોમાં લેશિને જણાવ્યું હતું કે નવી ભરતી પર પ્રતિબંધ અને માર્સ સેમ્પલ રિટર્ન (MSR)માં ઘટાડા જેવા પગલાં હવે છટણીની ફરજ પાડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેઓ ઘરેથી કામ કરશે, જેથી તેઓ કોઈ તણાવમાં ન આવે.
તાજેતરમાં લેશિને સ્ટાફને કહ્યું હતું કે MSR મિશન આ વર્ષે $300 મિલિયન (આશરે રૂ. 2,490 કરોડ)ના બજેટ સુધી મર્યાદિત હોઈ શકે છે. યુએસ સ્પેસ એજન્સીએ તેના ઘણા મિશનના બજેટમાં ઘટાડો કર્યો છે. સરકારની ઓછી બજેટ મંજૂરીને કારણે એજન્સીને આ પગલું ભરવાની ફરજ પડી છે. કરિયર, નોકરી અને શિક્ષણ જગતના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નાસા દ્વારા ઓછું બજેટ ફાળવાતાં જેપીએલમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે.





