Navodaya Vidyalaya Samiti Recruitment, નવોદય વિદ્યાલય ભરતી : નવોદય વિદ્યાલયમાં નોકરી કરવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કુલ 1400 નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સ્ટેનોગ્રાફર, કમ્યુટર ઓપરેટર, મેસ હેલ્પર સહિતની વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
નવોદય ઉદ્યાલય સમિતિની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. ઉમેદવારોએ 30 એપ્રિલ 2024 સુધી સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in પર જઈને અરજી ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે.
નવોદય વિદ્યાલય ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | નવોદય વિદ્યાલય સમિતિ |
પોસ્ટ | નોન ટિચિંગ સ્ટાફ – વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 1377 |
અરજી ફી | ₹ 500 થી ₹ 1500 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2024 |
ક્યાં અરજી કરવી | navodaya.gov.in |
નવોદય વિદ્યાલય ભરતીની વિવિધ પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ | ખાલી જગ્યા |
સ્ટેનોગ્રાફ | 23 |
કોમ્પ્યુટર ઓપરેટર | 02 |
જુનિયર સચિવાલય મદદનીશ (HQ/RQ કેડર) | 381 |
મેસ હેલ્પર | 442 |
લેબ એટેન્ડન્ટ | 161 |
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર | 05 |
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર | 04 |
ઓડિટ આસિસ્ટન્ટ | 12 |
લેડી સ્ટાફ નર્સ | 121 |
કેટરિંગ સુપરવાઇઝર | 78 |
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર | 128 |
લીગલ આસિસ્ટન્ટ | 01 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ | 19 |
અરજી ફી
- એનવીએસ ભરતી અરજી ફી અંગે વાત કરીએ તો સ્ટાફ નર્સના પદ માટે અરજી ફી 1500 રૂપિયા અને એસસી, એસટી અને દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે
- અન્ય દરેક પદો માટે અરજી ફી 1000 રૂપિયા રાખવામાં આવી છે. એસસી, એસટી અને દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે
શૈક્ષણિક લાયકાત
નવોદય વિદ્યાલય સમિતિએ બહાર પાડેલી ભરતીમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમેદવારોએ આર્ટિકલમાં આપેલા સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- ઊંઝા નગરપાલિકા ભરતી : કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી, અહીં વાંચો વિગતે માહિતી
કેવી રીતે અરજી કરવી?
- NVS નોન-ટીચિંગ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે:
- NTA exams.nta.ac.in/NVS/ અથવા navodaya.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- હોમ પેજ પર “નોંધણી/લોગિન” ટેબ જુઓ.
- એક નવી વિન્ડો ખુલશે, નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- નોંધણી પ્રક્રિયા દરમિયાન જનરેટ થયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગિન કરો.
- અરજી ફોર્મ ભરો અને ચુકવણી કરો.
- નકલ ડાઉનલોડ કરો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
નવોદય વિદ્યાલય ભરતીનું નોટિફિકેશન
નવોદય ઉદ્યાલય સમિતિની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી માટે આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
અરજદારો માટે મહત્વની સૂચના
નોટિફિકેશન પ્રમાણે NTA તરફથી તમામ સંદેશાવ્યવહાર અને માહિતી રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર ઈમેલ દ્વારા અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવશે. જો કોઈ ઉમેદવારને NVS ભરતી પરીક્ષા માટે અરજી કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે, તો તેઓ 011 – 40759000/011 – 69227700 પર અથવા nvsre.nt@nta.ac.in પર ઈમેલ દ્વારા સંપર્ક કરી શકે છે.