કેરળ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગે મંગળવારે નિર્ણય કર્યો હતો કે NCERT એ ધોરણ 11 અને 12 ના પુસ્તકોમાંથી જે ચેપ્ટરોને હટાવ્યા છે. તેમને કેરળમાં વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ. SCERTએ સૂત્રોએ કહ્યું કે ઇતિહાસ સાથે સંબંધી જે ભાગને હટાવવામાં આવ્યા છે. તેને કેરળમાં ભણાવવા જોઈએ.
એસસીઈઆરટીના સૂત્રોએ કહ્યું કે અભ્યાસક્રમ સમિતિએ આ વલણ અપનાવ્યું છે કે સિલેબસ રેશનલિએક્શન પ્રક્રિયાર અંતર્ગત હટાવવામાં આવેલા ભાગને મુખ્ય રૂપથી ઇતિહાસથી સંબંધિત કેરળમાં ભણાવવા જોઈએ. જાણકારી પ્રમાણએ એસસીઇઆરટીએ નિર્ણય લીધો છે કે કેરળમાં સપ્લિમેન્ટ્રી પુસ્તકો છાપવા જોઈએ. સૂત્રોએ જણાવ્યું કે સમિતિએ આ પર અંતિમ નિર્ણય લેવાની જવાબદારી શિક્ષામંત્રીને સોંપવામાં આવી છે.
એસસીઈઆરટીના સૂત્રોએ એ પણ જાણકારી આપી કે સરકાર પુસ્તકોમાંથી કેટલાક ભાગ હટાવવા વિરુદ્ધ કડક વલણ અપનાવી રહી છે. આવી સ્થિમાં રાજ્ય શિક્ષા વિભાગ પાઠ્યક્રમ સમિતિના સૈદ્ધાંતિક નિર્ણયની સાથે આગળ વધારશે કે હટાવવામાં આવેલા ભાગોને ધોરણ 11 અને 12 માટે સપ્લિમેન્ટ્રી પુસ્તકો શરુ કરીને ભણાવવામાં આવે.