NEET UG Revised Result 2024: નીટ યુજી 2024 ફાઇનલ રિવાઇઝ્ડ રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો આ સીધી લિંક પર exams.nta.ac.in પર પોતાના લેટેસ્ટ સ્કોરકાર્ડ ચકાસી શકે છે.
સુપ્રીમ કોર્ટે વિવાદિત અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા રદ કરવા અને ફરીથી પરીક્ષા આપવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી. આ પછી, સંશોધિત પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ રિવાઇઝ્ડ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ (નીટ યુજી) 2024 નું પરિણામ જાહેર કર્યું છે. ભૌતિકશાસ્ત્રના પ્રશ્નોની સાચી પસંદગીને ધ્યાનમાં લીધા પછી આ સુધારેલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે નીટ રદ કરવા અને આ વખતે ફરીથી પરીક્ષા લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. નીટ યુજી 2024 નું સુધારેલું પરિણામ લિંક Exams.nta.ac.in/NEET/ પર જોઇ શકાય છે.
NEET પરિણામ 2024 સંશોધિત સ્કોરકાર્ડ જોવા માટે સત્તાવાર વેબસાઇટ
neet.ntaonline.in
exams.nta.ac.in/NEET/
nta.ac.in
આ વર્ષે 67 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો હતો. તેમાંથી 6 એ સુપરવાઇઝર દ્વારા કરાયેલી ભૂલને કારણે પરીક્ષા દરમિયાન બગડેલા સમય માટે વધારાના ગુણની ભરપાઇ કરવાને કારણે યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. 44 જેટલા લોકોએ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું કારણ કે તેમને ભૌતિકશાસ્ત્રના પ્રશ્નનો જવાબ ખોટો મળ્યો હતો અને તેના માટે ગ્રેસ માર્ક્સ મેળવ્યા હતા.
આ પણ વાંચો | હવે NEET પરીક્ષા આ રીતે લેવાશે, જાણી લો નવા કાયદાની સંપૂર્ણ માહિતી
સુધારેલા પરિણામની જાહેરાત સાથે જ ઉમેદવારોના રેન્કમાં ફેરફાર થયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે કે માત્ર એક જ સચોટ જવાબ હશે અને તે સિવાય અન્ય કોઈ જવાબ આપનારને તેના માટે ગુણ નહીં મળે. આનો અર્થ એ થયો કે આ 44 ઉમેદવારોના ગુણ હવે સંશોધિત થઇ 720 માંથી 715 થયા છે અને બાકીના 14 ઉમેદવારો કે જેમણે 720 ગુણ મેળવ્યા છે અને અન્ય 70 ઉમેદવારો કે જેમણે 720 માંથી 716 ગુણ મેળવ્યા છે. આ 44 ઉમેદવારોને તેમના પછીનો ક્રમ આપવામાં આવ્યો છે.





