NEET UG 2024 Result: NEET UG 2024 પરિણામ જાહેર : NTA એ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માટે કેન્દ્રવાર પરિણામો જાહેર કર્યા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ NEET UG પરિણામ 2024 બહાર પાડ્યું છે. શહેર, કેન્દ્ર મુજબ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં હાજર થયેલા તમામ ઉમેદવારો NTA NEET- exams.nta.ac.in/NEET/ ની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે. પરિણામો neet.ntaonline.in પર પણ જોઈ શકાય છે.
NEET-UG માટે કેન્દ્ર મુજબ અને શહેર મુજબના પરિણામો જાહેર
આજે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શનિવારે તબીબી પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) ના કેન્દ્રવાર અને શહેર મુજબના પરિણામો જાહેર કર્યા. આ પરીક્ષા કથિત ગેરરીતિઓ માટે તપાસ હેઠળ છે.
NEET-UG પરિણામ 5 જૂને જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ પછી, તે આ ફોર્મેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ પ્રશ્નપત્ર લીક સહિત પરીક્ષા યોજવામાં કથિત અનિયમિતતાઓને લગતી અનેક અરજીઓની સુનાવણી કરી રહી છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ઉમેદવારોની ઓળખ જાહેર કર્યા વિના પરિણામ જાહેર કરવામાં આવે. તેણે કહ્યું હતું કે તે એ જાણવા માગે છે કે કથિત વિવાદિત કેન્દ્રો પર પરીક્ષા આપનાર ઉમેદવારોને અન્ય સ્થળોએ પરીક્ષા આપનારા ઉમેદવારો કરતાં વધુ માર્ક્સ મળ્યા છે કે કેમ. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. NEET-UG પરીક્ષા 5 મેના રોજ 14 વિદેશી શહેરો સહિત 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં 24 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો
ભારતીય રિઝર્વ બેંક ભરતી : આરબીઆઈમાં અધિકારી બનવાની સુવર્ણ તક, સારા પગારની નોકરી, વાંચો બધી જ માહિતી
આ રીતે પરિણામો તપાસો
સૌ પ્રથમ NTA NEET UG વેબસાઇટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.હવે હોમ પેજ પર ઉપલબ્ધ NEET શહેર, કેન્દ્ર મુજબની પરિણામ લિંક પર ક્લિક કરો.તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોએ રાજ્ય અને કેન્દ્ર પસંદ કરવાનું રહેશે.તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.હવે પરિણામ તપાસો.