Ojas Bharti 2025:દિવ્યાંગ ઉમેદવારો માટે કાયમી નોકરી મેળવવાની તક, પગાર પણ જોરદાર, વાંચો બધી માહિતી

Ojas GSSSB Recruitment 2025: ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર વર્ગ-3ની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : June 04, 2025 11:49 IST
Ojas Bharti 2025:દિવ્યાંગ ઉમેદવારો માટે કાયમી નોકરી મેળવવાની તક, પગાર પણ જોરદાર, વાંચો બધી માહિતી
ઓજસ નવી ભરતી 2025 | ગુજરાતમાં કાયમી નોકરી - photo- freepik

Ojas GSSSB Bharti 2025 : ગુજરાતમાં રહેતા અને કાયમી નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ નિયંત્રણ હેઠળની મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી અંતર્ગત મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર વર્ગ 3ની કૂલ 8 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર વર્ગ-3ની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ઓજસ નવી ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ
પોસ્ટમ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર
જગ્યા8
વય મર્યાદા18થી 33 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ18-6-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ નિયંત્રણ હેઠળની મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી અંતર્ગત મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર વર્ગ 3ની કૂલ 8 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જેની વધારે વિગત નીચે કોષ્ટકમાં આપેલી છે.

દિવ્યાંગતા પ્રકારજગ્યા
B,LV(40-70%)3
D,HH(40-70%)2
OA,OL,LC.CP,DW,AAV,BA,BL,SD,SI1
ASD(M), SLD, MI, MD (40-70%)2

શૈક્ષણિક લાયકાત

  • માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરી હોય અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત ધરાવતા હોય
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ શિક્ષણ સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલ હોય
  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ અન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો આરોગ્ય સેનિટરી ઇન્સ્પેક્ટર પ્રમાણપત્ર મેળવેલ હોય
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન

ઓજસ નવી ભરતી 2025, વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર 18 વર્ષથી નાના નહીં અને 33 વર્ષથી મોટો ન હોવો જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોને નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹ 26,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષના અંતે ઉમેદાવરની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹25,000 થી ₹81,100 (લેવલ-4)ના પગારધોરણમાં નિયમિત નિમણૂંક આપવામાં આવશે.

મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર ભરતી નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ