GPSC State Tax Inspector Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતમાં પ્રતિષ્ઠિત પદ પર સરકારી નોકરી મેળવવામાં એક અનોખી ગર્વની લાગણી હોય છે. જો તમે પણ ગુજરાત સરકારમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ 300 થી વધુ રાજ્ય કર નિરીક્ષક પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત રાજ્ય કર નિરીક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો, અરજી ફી સહિત અગત્યની માહિતી આ લેખમાં આપેલી છે.
Ojas New Bharti અંગે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | રાજ્ય કર નિરીક્ષક |
જગ્યા | 323 |
વય મર્યાદા | 20થી 35 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17-10-2025 |
ક્યાં અરજી કરવી? | https://gpsc.gujarat.gov.in/ |

GPSC ભરતી 2025 : પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
સામાન્ય | 139 |
EWS | 25 |
SEBC | 85 |
SC | 23 |
ST | 51 |
કુલ | 323 |
રાજ્ય કર નિરીક્ષક ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે.
- જે ઉમેદવારોએ તેમની અંતિમ સેમેસ્ટર પરીક્ષા આપી છે અને પરિણામોની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ અરજી કરી શકે છે, પરંતુ તેમણે મુખ્ય પરીક્ષાના સમય સુધીમાં પાત્રતાનો પુરાવો આપવો આવશ્યક છે.
- ઉમેદવારોને હિન્દી અને ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.
- આ પાત્રતા માહિતી સત્તાવાર ભરતી સૂચનામાં ચકાસી શકો છો.
વય મર્યાદા
ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ પરંતુ મહત્તમ ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, અનામત શ્રેણીઓ નિયમો અનુસાર વય છૂટછાટ માટે પાત્ર રહેશે.
પગાર ધોરણ
રાજ્ય કર નિરીક્ષક અધિકારી પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 પ્રતિ માસ ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી ₹39,900થી ₹1,26,600 પે મેટ્રીક્સના લેવલ-7 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે.
અરજી ફી
- બિનઅનામત ઉમેદવારોએ ₹100 ની અરજી ફી વત્તા પોસ્ટલ/ઓનલાઇન ચાર્જ ચૂકવવાની રહેશે.
- SC/ST/CEBC/EWS/PWD/ભૂતપૂર્વ સૈનિકો ઉમેદવારો માટે કોઈ ફી નથી.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગની સત્તાવાર https://gpsc.gujarat.gov.in/ વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે.
- ભરતી વિભાગમાં સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.
- હવે તમારી મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- તમારા નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો અને બધી જરૂરી માહિતી કાળજીપૂર્વક પગલું દ્વારા પગલું ભરો.
- તમારા ફોટો અને સહી જેવા જરૂરી દસ્તાવેજો યોગ્ય કદમાં અપલોડ કરો.
- તમારી શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો અને અંતે ફોર્મ સબમિટ કરો.