Ojas GSPHC bharti 2025, ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી: એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો સરકારી નોકરીની શોધમાં છે તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા વિવિધ એન્જીનિયર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અધીક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)ની કુલ 8 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
ઓજસ નવી ભરતીની અગત્યની માહિતી
| સંસ્થા | ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. (GSPHC) |
| પોસ્ટ | અધીક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) |
| જગ્યા | 8 |
| વય મર્યાદા | મહત્તમ 50 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15-12-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
GSPHC ભરતી 2025ની મહત્વની માહિતી
| પોસ્ટ | જગ્યા |
| અધીક્ષક ઈજનેર(સિવિલ) | 1 |
| કાર્યપાલક ઈજનેર(સિવિલ) | 3 |
| નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 4 |
| કુલ | 8 |
ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor of Engineering (Civil) / B.Tech in Civiની ડિગ્રી હોવી જોઈએ.વિવિધ પોસ્ટ પ્રમાણે ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
| પોસ્ટ | વયમર્યાદા |
| અધીક્ષક ઈજનેર(સિવિલ) | 45થી50 વર્ષ |
| કાર્યપાલક ઈજનેર(સિવિલ) | 39થી 45 વર્ષ |
| નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 32થી 38 વર્ષ |
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| અધીક્ષક ઈજનેર(સિવિલ) | ₹78,800-₹2,09,200 |
| કાર્યપાલક ઈજનેર(સિવિલ) | ₹67,700-₹2,08,700 |
| નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | ₹53,100-₹1,67,800 |
ભરતી પ્રક્રિયા
જરૂરી લાયકાતના અસલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ આગળની ભરતી પ્રક્રિયા માટે વખતો વખત નિગમની વેબસાઈટ પર સુચના મુકવામાં આવશે. તેમજ લાયક ઉમેદવારોને કોલ લેટર થકી જાણ કરવામાં આવશે ભરતી પ્રક્રિયાના દરેક તબક્કે ઉમેદવારે ફરજીયાત પણે ઉપસ્થિત રહેવાનું રહેશે. જો ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે ગેરહાજર રહેશે તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે. ભરતીના કોઈપણ તબક્કે જ્યારે પણ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું થશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSPHC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી





