Ojas New Bharti 2025 : ગુજરાત સરકારના આ વિભાગમાં કાયમી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી

Ojas GSSSB Additional Assistant Engineer Recruitment 2025: ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં આપેલી છે.

Written by Ankit Patel
Updated : September 30, 2025 12:20 IST
Ojas New Bharti 2025 : ગુજરાત સરકારના આ વિભાગમાં કાયમી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 વિવિધ પોસ્ટ નોકરી - photo- X @GSSSB_OFFICIAL

Ojas new Bharti, GSSSB Additional Assistant Engineer Recruitment 2025: ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની અધીક્ષક ઈજનેર (વિદ્યુત), માર્ગ અને મકાન વર્તુળ કચેરી હસ્તકની અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3 સંવર્ગની કુલ 51 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદગ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં આપેલી છે.

Ojas gsssb Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગમાર્ગ અને મકાન વિભાગ
પોસ્ટઅધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ-3
જગ્યા51
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 33 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ10-10-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSSSB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની અધીક્ષક ઈજનેર (વિદ્યુત), માર્ગ અને મકાન વર્તુળ કચેરી હસ્તકની અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3 સંવર્ગની કુલ 51 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

કેટેગરીજગ્યા
બિન અનામત22
આર્થિક રીતે નબળા વર્ગ5
અનુ.જાતિ4
અનુ.જન જાતિ7
સા.શૈ.પ.વર્ગ13
કુલ51

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
  • ઉમેદવાર ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
  • હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિક મદદનીશ ઈજેરન માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષકારક કામગીરી જણાંતા સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹39,900થી ₹1,26,900 (લેવલ-7) પ્રમાણે કાયમી નિમણૂંક મળવા પાત્ર રહેશે.

નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ