Ojas New Bharti 2025 : એન્જિનિયર ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરીની ઉત્તમ તક, ₹ 49,600 પગાર

ojas gphc Bharti 2025 in gujarati : ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

Written by Ankit Patel
Updated : July 24, 2025 09:07 IST
Ojas New Bharti 2025 : એન્જિનિયર ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરીની ઉત્તમ તક, ₹ 49,600 પગાર
ગુજરાતમાં એન્જિનિયર ઉમેદવારો માટે નોકરી - photo- freepik

Ojas gphc Bharti 2025, ઓજસ નવી ભરતી 2025 : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અત્યારે ભરતી ચાલી રહી છે. સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે અત્યારે ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. એન્જિનિયરિંગ કરેલા ઉમદેવાર માટે પણ નોકરીની તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ (GPHC) દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3ની ભરતી બહાર પાડી છે. આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. (GPHC)
પોસ્ટમદદનીશ ઈજનેર(સિવિલ),વર્ગ-3
જગ્યા1
વય મર્યાદા18થી 35 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ5 ઓગસ્ટ 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSHC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3ની એક જગ્યા ઉપર કાયમી નિમણૂંક માટે ભરતી બહાર પાડવામાં આવી છે. બધિર અને ઓછું સાંભળનાર (D-Deaf, HH-Hard hearing) દિવ્યાંગ ઉમેદવારો માટે આ ખાસ ભરતી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2025 રખાઈ છે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલમાં એન્જીનિયરીંગની ડીગ્રી ધરાવતો હોવો જોઈએ. ઓછામાં ઓછા પ્રથમ વર્ગ સાથે ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ.

અનુભવ

સ્નાતકની પદવી મેળવ્યા પછીનો બાંધકામના પ્રોજેક્ટની સાઈટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષ અને તેથી વધુ અનુભવ હોય તેવા ઉમદેવાર જ અરજી કરી શકે છે. સંબંધિત ઉમેદવારને 5 ઓગસ્ટ 2025ના રોજ 2 વર્ષનો અનુભવ પૂર્ણ થયેલો હોવો જોઈએ.

પગાર ધોરણ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.ની મદદનીશ ઈજનેરની પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને કરાર આધારી નિમણૂંક આપાશે. ઉમેદવારને ₹49,600 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. આ ઉપરાંત અન્ય લાભો મળવાપાત્ર રહેશ.

વય મર્યાદા

આ પોસ્ટ ઉપર અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 25થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિમગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GPHC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમની ભરતી આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ