ONGC Mehsana Recruitment 2024, ONGC મહેસાણા ભરતી 2024 : મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહેસાણામાં જ સારા પગારની નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓએનજીસીએ વિવિધ પોસ્ટની કૂલ 79 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
ONGC મહેસાણા ભરતી માટે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, સહિતની અગત્ય પૂર્ણ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
ONGC મહેસાણા ભરતી અંગેની મહત્વપૂર્ણ માહિતી
સંસ્થા | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) |
પોસ્ટ | જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ |
ખાલી જગ્યા | 79 |
અરજી મોડ | ઓફલાઈન/ ઇમેઈલ |
અરજી કરવાનું ઈમેઈલ એડ્રેસ | shukla_asish@ongc.co.in અથવા sekhar_nikku@ongc.co.in as |
અરજી કરવાનું સરનામું | સરફેસ મેનેજરની ઓફિસ, પહેલો માળ, KDM ભવન, પાલાવાસણા ચોકડી મહેસાણા-384003 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://ongcindia.com/ |
ONGC મહેસાણા ભરતી પોસ્ટની વિગતો
ઓએનજીસી મહેસાણા દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટની વિગેત માહિતી નીચે પ્રમાણે આપી છે.
સેક્શન | ડિસિપલાઈન | જુનિયર કન્સલ્ટન્ટ | એસોસિએટ કન્સલ્ટન્ટ | કુલ |
સર્ફેસ ટીમ | પ્રોડક્શન | 52 | 2 | 54 |
સર્ફેસ ટીમ | ઇલેક્ટ્રિકલ | 4 | NIL | 4 |
સર્ફેસ ટીમ | મિકેનિકલ | 14 | NIL | 14 |
ONGC મહેસાણા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા
ઓએનજીસી મહેસાણા દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો સંલગ્ન ટ્રેડમાં આઈટીઆઈ, ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવાર 64 વર્ષ કે તેની નીચેની વય ધરાવતો હોવો જોઈએ.
ONGC મહેસાણા ભરતી માટે શૈક્ષણિક પગાર
ઓએનજીસી મહેસાણા દ્વારા બહાર પાડેલી ભરતી માટે પગાર ધોરણ નીચે આપેલું છે.

નોટીફિકેશન
ONGC મહેસાણા ભરતી માટે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, સહિતની અગત્ય પૂર્ણ માહિતી માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું જોઈએ.
ONGC મહેસાણા ભરતી માટે અરજી કેવી રીતે કરવી
ઓએનજીસી મહેસાણા ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો બે પ્રકારે અરજી કરી શકે છે. ઈમેઈલ એડ્રેસ દ્વારા અને આપેલા સરનામા પર રૂબરૂ અરજી મોકલી શકે છે.
- લાયક ઉમેદવારોએ આ જાહેરાતના પરિશિષ્ટ-I પર આપેલ ફોર્મેટમાં યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ અરજી ફોર્મની સ્કેન કરેલી નકલ ઇમેઇલ સરનામાં પર મોકલવી જરૂરી છે
- shukla_asish@ongc.co.in (અથવા) sekhar_nikku@ongc.co.in ઈમેઇલ એડ્રોસ
- લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ઉપર આપેલા નિયત અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે સરફેસ મેનેજરની ઓફિસ, પહેલો માળ, KDM ભવન, પાલાવાસણા ચોકડી મહેસાણા-384003 સરનામા પર મોકલી આપવાના રહેશે.
અરજી ફોર્મ
આ પણ વાંચો
- GPSC Recruitment 2024 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આચાર્ય વર્ગ-2ની ભરતી, જાણો તમામ વિગત
- GPSC Recruitment 2024 : ગુજરાત રાજ્ય બીજ નિગમમાં ક્લાસ-2 બીજ અધિકારી બનવાની ઉત્તમ તક, જાણો ભરતી અંગે તમામ વિગત
- GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ક્લાસ 1 અને ક્લાસ 2ની સરકારી નોકરી મેળવવાની સૂવર્ણ તક
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સંસ્થા દ્વારા જાહેર કરેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.