ONGC Recruitment 2024, ONGC ભરતી 2024 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC દ્વારા વિવિધ એપ્રેન્ટીસની ભરતી માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે. સમગ્ર દેશમાં ઓએનજીસી કુલ 2237 એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના અમદાવાદ,અંકલેશ્વર, મહેસાણા અને વડોદરામાં પણ કેટલીક જગ્યાઓ ભરાશે. ઓએનજીસી દ્વારા આ ભરતી અંતર્ગત ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ONGC ભરતી 2024 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી, નોકરીનું સ્થળ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા
ONGC ભરતી 2024 ની મહત્વની માહિતી
સંસ્થા | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | 2237 |
નોકરીનું સ્થળ | ભારત |
ગુજરાતમાં જગ્યા | 502 |
ગુજરાતમાં નોકરીનું સ્થળ | અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા, વડોદરા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓક્ટોબર 2024 |
વેબસાઈટ | ongindia.com |
ONGC ભરતી 2024 ની પોસ્ટની વિગતો
ક્ષેત્ર | જગ્યા |
પૂર્વક્ષેત્ર | 583 |
ઉત્તરી ક્ષેત્ર | 161 |
પશ્વિમી ક્ષેત્ર | 547 |
દક્ષિણી ક્ષેત્ર | 335 |
સેંટ્રલ સેક્ટર | 249 |
મુંબઈ સેક્ટર | 310 |
ઓએનજીસી ગુજરાતમાં ક્યાં કેટલી ખાલી જગ્યા
અમદાવાદ | 149 |
અંકલેશ્વર | 137 |
મહેસાણા | 140 |
વડોદરા | 76 |
વય મર્યાદા
આ પદ માટે યોગ્ય ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારે એપરેન્ટીસના પદ માટે લેખિત પરીક્ષા આપવાની રહેશે. લેખિત પરીક્ષાના આધાર પર મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ઉમેદવારો પસંદ કરવામાં આવશે. પ્રાપ્ત અંક સમાન હોય તેવી સ્થિતિમાં વધારે ઉંમરના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ઓએનજીસી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી અંતર્ગત ઉમેદવારો પાસેથી વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
સ્ટાઈપન્ડ
પસંદ પામેલા ઉમેદાવરોને ગ્રેડ પ્રમાણે સ્ટાઈપન્ડ આપવામાં આવશે. આ અંગે વધારે માહિતી માટે ઉમેદવારો આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ ongindia.com ઉપર જવું
- હોમપેજ પર કરિયર સેક્શનમાં જવું
- એપરેન્ટીસ ભરતી 2024 ની લિંક ઉપર ક્લિક કરવી
- સ્ક્રીન ઉપર એક નવું પેજ ખુલશે
- પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું
- આવેદન ફી ભરવી
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
- ફોર્મ સબમિટ કરવું
- ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ કાઢવાનું ભૂલવું નહીં
નોટિફિકેશન
ONGC ભરતી 2024 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી, નોકરીનું સ્થળ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- ગુજરાત સરકારની કંપનીમાં બહાર પડી ભરતી, નોકરી મેળવવાની સારી તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે ઓએનજીસી ભરતીમાં અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.